મહુધા પંથકમાં યુવાને ગામની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું.
નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ
મહુધા પંથકમાં યુવાને ગામની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
.ખેડા જિલ્લાના મહુધા પંથકના એક ગામમાંથી ચકચારી દુષ્કર્મનો બનાવ ઉજાગર થયો છે. જેમાં વિધર્મી યુવાને ગામની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. શખ્સના પિતા અને મિત્ર પણ મદદગારીમા આવતાં કુલ 3 સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નરાધમ યુવક સગિરાના પાડેલા નગ્નફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું પણ એફઆઈઆરમા ઉલ્લેખ છે.મહુધા તાલુકાના ગામમાં રહેતા યુવક પરિયાદ પઠાણને ગામની હિન્દુ સમાજનીએક સગીરા મનમાં વસી ગઈ હતી. આ યુવાન નો તેણીને પામવા રોજ અવનવા પેતરા આજમાવતો હતો. કોઈ વાર તેણીનો પીછો કરતો હતો. એક દીવસ આ સગીરા નરાધમ પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી. બાદમા નરાધમે સમયાતંરે આ સગીરા સાથે એકાંતમાં મુલાકાત કરતો હતો. આ દરમિયાન નરાધમ પરિયાદ પઠાણે સગીરાના ભોળપણનો લાભ લઈ નગ્ન ફોટા પાડી લીધા હતા. છેવટે સગીરાએ હવસખોરના ચૂંગાલમાંથી છુટવા માવતરને જાણ કરી આ પછી પરિયાદે પોતાનાં બે સાગરીતોની મદદથી આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી નરાધમે ભોગબનનરના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેમેઇલ કરતો હતો. જેથી ડરી ગયેલી આ સગીરા અવાર નવાર નરાધમ હવસખોર પરીયાદના તાબે થઈ હતી. હવસખોર પોતાની હવસને સંતોષવા તેણીની પર દુષ્કર્મ આચરતો હતો. છેવટે કિશોરીએ એક દિવસ આ મામલે પોતાના માવતરને જાણ કરતા તેણીના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને મામલો મહુધા પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર મામલે મહુધા પોલીસમાં આ હવસખોર પરિયાદ પઠાણ અને આ કેસમા મદદગારી કરનાર તેના સાગરીતો આમ કુલ 3 સામે ફરિયાદ નોધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.