નડિયાદના ગીતામંદિરમાં ૫૬ મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
શ્રી ગીતામંદિર નડિયાદમાં તમામ પર્વ પરમ પૂજ્ય ડોક્ટર કુમારી ગીતાબેન શાહ નાઆશીર્વાદ અને પ્રેરણાથી ધામધૂમથી ઉજવવામાં આવે છે આજરોજ ગુરૂવાર ના રોજ ચૈત્ર સુદ પૂનમ ગીતા માતાજીનો ૫૬ મો પાટોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ગીતા માતાજીનું સોડસ ઉપચાર પૂજન તેમજ મહાઆરતી કરવામાં આવી મંદિરમાં આજરોજ નૂતન ધજા નો પૂજન કરી ધજા નો આરોહણ કરાવવામાં આવી આ પ્રસંગે ગીતામંદિરની બહેનો દ્વારા ૧૮ અધ્યાય ૭૦૦ શ્લોકો નું પારાયણ કરવામાં આવ્યું આજ દિવસે પૂજ્ય જલારામ બાપા ની મૂર્તિ પ્રતિષ્ઠા દિન હોવાથી તમામ દર્શનાર્થીઓને બુંદી અને ગાંઠિયાનું પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમદાવાદના આવેલા ભારતીબેન કાછિયા પટેલ હાજર રહેલ આ પ્રસંગના અંતે મહાપ્રસાદ નું આયોજન મંદિર તરફથી કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના પ્રોગ્રામ ઇન્ચાર્જ ડોક્ટર પ્રજ્ઞેશકુમાર જી પંડ્યાએ કરેલ