કપડવંજમાં બે પડોશીઓ વચ્ચે ઝગડામાં કિશોર નું સારવાર દરમિયાન મોત નીપજયું
નરેશ ગનવાણી બુરીચીફ નડિયાદ
કપડવંજમાં બે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને કિશોરને ખોટી રીસ રાખી ગંભીર રીતે મારમારત કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ શહેરના દશામાતાના મંદિર પાસે રહેતા અમરીબેન કાંતિભાઈ સલાટના ઘરે તેમના જેઠના દિકરાનો દિકરો દિપક તેમજ ભાણીયો સંજય જે રહે છે સુરત સંજય બે દિવસ અગાઉ જ અહીંયા રહેવા આવ્યો હતો. ગતરોજ બપોરે ભાણીયા સંજયએ અમરીબેન પાસે સુરત જવા માટે ભાડાના રૂપિયા માંગ્યા હતા. જેથી આ અમરીબેને જણાવ્યું હતું કે, તું મજૂરી કરી રૂપિયા ભેગા કરી સુરત જતો રહેજે અને આ સંજયને અમરીબેનના બાજુમાં રહેતા દિનેશભાઈના જમાઈ દિલીપભાઈ જેઓ મંડપની મજૂરી કરે છે. સંજયએ દિપકને દીલીપભાઇના ઘરે પુછવા મોકલેલો કે દિલીપભાઈ ક્યારે ઘરે આવવાના છે જોકે તે સમયે દિલીપભાઈની સાળી રેખાને પુછ્યું હતું અને ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે રેખાબેનના પિતા દિનેશભાઈ ચતુરભાઈ સલાટ, દિનેશભાઇનો પુત્ર અનિલભાઈ સલાટ અને રતિલાલ ડાહ્યાભાઈ સલાટે ભેગા મળીને અમરીબેનના ઘરે આવી હતા. અને અમારી રેખાબેન સાથે કેમ બોલે છે તેની રીસ રાખી ઝઘડો કર્યો હતો. ઝઘડામાં રતિલાલ સલાટે દિપકને છાતીના ભાગે લાત મારી નીચે પાડી દીધો હતો. અને અનિલભાઈ સલાટે છાતીના ભાગે મુક્કા મારી ગડદાપાટુનો માર માર્યો હતો આ ઝઘડામાં સંજયભાઈ વચ્ચે છોડાવા પડતા અનિલે અને દિનેશે પટ્ટો કાઢી મારમાર્યો હતો. દિપકને છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેને ઉલ્ટીઓ શરુ થઇ હતી. ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર દરમિયાન આ દિપકનુ મોત નિપજ્યું હતું આ બનાવ મામલે અમરીબેન સલાટે ઉપરોક્ત હુમલો કરનાર ત્રણેય સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


