શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ અંતર્ગત  વિવિધ દસ સ્પર્ધાઓમાંની ફાઇનલ રાઉન્ડ યોજાયો.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

નડિયાદ: યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ ના ભાગરૂપે અને ”સનાતન સંસ્કૃતિ પઢાવો વીર બનાવો ” અંતર્ગત  વિવિધ દસ સ્પર્ધાઓમાંની  આજરોજ ફાઇનલ રાઉન્ડ વકતૃત્વ સ્પર્ધા,ગીત સ્પર્ધા અને પઝલ સ્પર્ધા, તપોવન માતા અને બાળકો માટે યોજવામાં આવી. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે જણાવ્યું હતું કે વક્તૃત્વ સ્પર્ધા એ  જ્ઞાનને રજૂ કરવાનું  સુંદર કાર્ય છે અને તેમાં માતા આટલું સુંદર વ્યક્તિત્વ આપી શકે છે ,નિર્ભયતા , નીડરતા અને જે વિષયની પ્રતિપાલન કરવાની શક્તિ મુક્ત રીતે ખીલી શકે અને સંબોધનની અંદર વિચારોને જેટલા વ્યક્ત કરશો એટલા જ નવા ને નવા વિચારો ઉદ્ભવતા જશે મગજ ખીલશે અને મગજમાં નવીન વિચારોનો માતાના જીવનમાં આવિર્ભાવ થાય  અને વકતૃત્વ સ્પર્ધા ધ્વારા બાળકોમાં મુક્ત વ્યક્તિત્વ પ્રગટ કરી વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય થાય છે. બાળકનો જીવનમાં વિકાસ થાય, અને વ્યક્તિત્વ નિર્ભય અને સબળ બને છે.અને આજ નેતૃત્વના ગુણો પરિવાર ક્ષેત્રે ,સમાજ ના ક્ષેત્રે અને રાષ્ટ્રીય ક્ષેત્રે વ્યક્તિત્વ ગૌરવ ઊભું કરે , નિર્ભયતાન ગુણો વિકસે તેવી શુભેચ્છા પાઠવી હતી. ગીત સ્પર્ધા માં સંતરામ મહારાજના ભજનો દ્વારા ભજનમાં રહેલાં સંસ્કાર ના સદગુણો ગાતા ગાતા કાવ્યની ભાષામાં શીખે છે.અને તેમના જીવન નું ઘડતર થાય છે. અને બાળકમાં ઉત્સાહ અને ઉમંગ અને પ્રેરણા પ્રગટાવે છે. પઝલ સ્પર્ધા બાળક ની બુદ્ધિ મતા કેળવાય છે. બાળક માટે આ પઝલ સ્પર્ધા માનસિક સ્તર ને માપી શકાય છે. બાળક માટે આ રમત છે. પણ પઝલ સ્પર્ધા થી બાળક ને ખબર પડે છે રમત ને ક્યાં થી કયા વસ્તુ જોડવાની છે. આ પઝલ સ્પર્ધા થી આગળ જતા બાળક પોતાના પરિવાર ને કેવી રીતે જોડવું એક સમાજ ક્ષેત્રે કેવી જોડી રાખવું એવી બાળક માં સમજ શક્તિ ખીલે છે. અને અત્યારે નાની ઉંમર થી પઝલ કરે તો બાળક આગળ જતા ચેસ જેવી મોટી રમત માં આગળ વધી શકે છે. શ્રી  રામદાસજી મહારાજે આનંદ વ્યક્ત કર્યો હતો.અને બાળકના જીવનમાં સ્પર્ધાઓ માં ભાગ લેવાથી આત્મવિશ્વાસ માં વધારો થાય અને બાળકો તેમના જીવનમાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે અને ભારત નું ભાવિ તેજસ્વી બને ,ઓજસ્વી બને તેવી શુભેચ્છા પાઠવી હતી.સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ એ ભાગ લીધેલ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!