પોલીસ દ્વારા શી. ટીમ બનાવી સિનિયર સિટીઝનને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન આપ્યું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ: સિનિયર સિટીઝનોમા ખાસ જાગૃતતા કેળવાય તે હેતુસર સાયબર અવેરનેશનો ખાસ ઝુંબેશ પોલીસ દ્વારા આયોજન કરાયું છે. જિલ્લાની સિટીમ દ્વારા દૈનિક ૧૦ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લઈ સાયબર ફ્રોડના શિકાર ન બને તે માટે જાગૃત કરશે અને જો કદાચ ભોગ બન્યા હોય તો શુ શુ કરવુ તે વિશે માહિતી આપવામાં આપવામાં આવશે નડિયાદ ખાતે પોલીસ કોમ્યુનિટી હોલમાં સિ ટીમના પોલીસ જવાનો સાથે જિલ્લા પોલીસ વડાએ ખાસ મીટીંગ યોજી હતી. અને સિનિયર સિટીઝનને સાઇબર ક્રાઇમ અવેરનેશ બાબતે પોલીસ અધિક્ષકે જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિતના પોલીસ અધિકારીઓ સ્ટાફ હાજર રહ્યો હતો. ટેકનોલોજી સાથે તાલમેલના અભાવે ગઠિયાઓના જાંસામાં આવી જતાં સિનિયર સિટીઝનો હવે આ ઝુંબેશના કારણે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન ચલાવાયું છે સિનિયર સિટીઝન પોતાને સુરક્ષિત મહેસૂસ કરે એમાં ખાસ કરીને સમગ્ર રાજ્યમાં શી ટીમ બનાવાય છે, તે સિનિયર સિટીઝન સલામતી, કાળજી લેતા હોય છે. એ માટે વિઝીટ કરી માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ આજની તાલીમમાં ખાસ કરીને શી ટીમના બહેનો અને ભાઈઓ જે છે તે સિનિયર સિટીઝનમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે ભોગ ન બને તે માટે તમામ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લેશે. ખેડા જિલ્લામાં રજીસ્ટર થયેલા ૧ હજાર થી વધુ સિનિયર સિટીઝન છે તો અન્ય બાકી છે તેઓને એપ દ્વારા પોલીસ એમને જાતે જઈ રજીસ્ટ્રેશન કરાવશે. ખાસ કરીને પોલીસ સ્ટેશન દીઠ નોંધાયેલા સિનિયર સિટીઝનના વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં પોલીસ અધિકારીઓ પણ હશે. ખાસ કરીને એકલા રહેતા વડીલ વૃદ્ધો માટે પણ ખાસ આયોજન કરાયું છે.