સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાડ ઇન્ચાર્જ જવાનના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો
સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા, સુખસર
સુખસર,તા.૨૬
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાયદાના પુસ્તકો પૂરતો મર્યાદિત બની રહ્યો છે. જેમાં ફતેપુરા તાલુકાનો સુખસર પંથક બાકાત નથી. અવાર-નવાર દેશી ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા બુટલેગરો પોલીસના હાથે ઝડપાય છે.અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.તેમ છતાં બુટલેગરોને કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેમ બેરોકટોક દેશી ઈંગ્લીશ દારૂનો વેપલો કરી રહ્યા છે. અને તેમાંય ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીજ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોવા બાબતનો કિસ્સો પ્રકાશમાં આવે ત્યારે આમ જનતામાં ચર્ચાનો વિષય બને તેમાં નવાઈ પામવા જેવી બાબત ન કહી શકાય!
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ખાતે રહેતા ભગાભાઈ કશનાભાઈ વળવાઇ વર્ષોથી સુખસર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. જેઓ ઇંગ્લિશ દારૂ વેચાણ કરતા હોવા બાબતે સુખસર પોલીસને બાતમી મળતા સોમવારના રોજ સુખસર પોલીસે ભગાભાઈ વળવાઇ ના મકાનમાં રેડ પાડતા તેમના રહેણાંક મકાનમાંથી પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબજા ભોગવટાના મકાનમાં ઇંગ્લિશ દારૂના કાચના,પ્લાસ્ટિકના તથા પતરાના ટીન નંગ મળી કુલ-૫૧ નંગ જેની કિંમત રૂપિયા ૪૦૦૦ નો મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ભગાભાઈ કશનાભાઇ વળવાઇની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં હોવાનું જાણવા મળે છે.જ્યારે રેડ દરમિયાન તે મળી નહી આવતા તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
બોક્સ÷
દારૂનો ધંધો કરવો તે ગુન્હો છે, દારૂના ગુનામાં ઝડપાઇ જવાથી ગુનો બને છે.અને તેમાં શું સજા થાય તેની એક ઓમગાડ ઇન્ચાર્જ.નો જવાન જાણકારી ધરાવતો હોવા છતાં બધું ભૂલી જઇ તેને બુટલેગરોની સુખસાહ્યબીનું આકર્ષણ જાગ્યું હોય કે,સ્થાનિક પોલીસ હાથમાં હોવાની ગેરસમજ રાખી દારૂના ધંધામાં કુદી પડ્યા હશે પરંતુ હવે માં મને કોઠીમાંથી કાઢની સ્થિતિમાં આવી પડતા કાયદો કાયદાનું કામ કરે છે તેનું ભાન થયું છે. જો કે પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના રહેણાંકવાળી જગ્યાએ તપાસ કરવામાં આવે તો કેટલાક કર્મચારીઓના મકાનમાંથી બુટલેગરો પાસેથી ઝડપાયેલ પરંતુ ઓછો મુદ્દામાલ બતાવી અથવા કેસ નહીં કરી બુટલેગરને છોડી મૂકવામાં આવ્યો હોય તેવો ઇંગલિશ દારૂ વત્તા-ઓછા પ્રમાણમાં મળી શકે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
#Dahod #Sindhuuday

