૨૯મી ફેબ્રુઆરીએ સાઇબર સીક્યુરીટી અને એથિકલ હેકિંગ સેમિનાર યોજાશે
દાહોદ
સર્વ – ધર્મ – કર્મ – સમાદર સમિતિ અને સુરક્ષા સેતુ સોસાયટી, દાહોદ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે તથા ભારત સરકાર સાથે સંલગ્ન સ્વર્ણિમ સેવા કેન્દ્ર દ્વારા સાયબર સિક્યુરીટી અને એથિકલ હેકિંગ સેમિનાર તા. ૨૯/૦૨/૨૦૨૦ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પોલીસ તાલીમ ભવન, એસ.પી. કચેરી પાછળ, દાહોદ ખાતે યોજાશે.
આ સેમિનારના મુખ્ય મહેમાન તરીકે રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, અતિથિ વિશેષ તરીકે કલેક્ટરશ્રી વિજયભાઇ ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર, ગુજરાત પ્રવાસન નિગમના પૂર્વ ડિરેક્ટરશ્રી સુધીરભાઈ લાલપુરવાલા ઉપસ્થિત રહેશે. સી.ઇ.ઑ, સી.એસ.આઈ ના મનીષ જૈન વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.
આ સેમિનારમાં સંબધિતોને અને નાગરિકોને ઉપસ્થિત રહેવા દાહોદ સર્વ – ધર્મ – કર્મ – સમાદર સમિતિ અને સ્વર્ણિમ સેવા કેન્દ્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
#Dahod #Sindhuuday