નડિયાદની એક હોટલમાં બુકાનીધારી શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમા અસામાજિક તત્વોનું ટોળુ એક હોટલમાં ઘુસી ગયું હતું. અને હોટલમાં રહેલ એક વ્યક્તિને લાકડાના ડંડા, ખુરશીઓથી માતા મારી, ટેબલો, ખુરશીઓ, બાઈકોમાં તોડફોડ કરી હતી.નડિયાદમાં બિલોદરા રિંગ રોડ પીએસ પેટ્રોલ પંપ પાસે આવેલ વૃંદાવન હોટલમાં ગઈકાલે માતા.૧૬મીની રાત્રીના દસ વાગ્યાના સુમારે એક પછી એક આઠથી વધુ ઈસમો હોટલમાં મોઢે રૂમાલ બાંધી લાકડાના ડંડા અને બેટ જેવા સાધનો સાથે ધસી આવ્યા હતા. અને ઈસમોએ હોટલમાં હાજર હોટલ માલિકના ભત્રીજાને ચારેબાજુએ ઘેરી લઈ લાકડાના ડંડા, બેટ, ખુરશીઓ, ટેબલોથી હુમલો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ ટોળાએ હોટલમાં રહેલ ખુરશીઓ, ટેબલોને ઉંધા વાળી નાંખ્યા હતા અને હોટલની બહાર પાર્ક કરેલ બાઈક, અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી. તોફાની ટોળું હોટલના માલિકના ભત્રીજા પર હુમલો કરતાં, તોડફોડ કરતાં સીસીટીવીમા કેદ થયા છે. નડિયાદ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.