ફતેપુરા તાલુકાના કુપડા ગામનો બે વર્ષથી ફરાર આરોપી એલ.સી.બી.ના હાથે ઝડપાયો
સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા, સુખસર
સુખસર,તા.૨૭
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસરની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. દાહોદ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી.ટીમ ફતેપુરા વિસ્તારમાં ડ્રાઈવમાં નીકળ્યા હતા.તેવા સમયે બે વર્ષથી ફરાર કુપડા ગામનો એક આરોપી ઝડપાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં આજરોજ દાહોદ જિલ્લા એલ.સી.બી.ના હીરેન્દ્રસિંહ સોલંકી સહિત ટીમ ફતેપુરા તાલુકામાં પ્રોહી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવમાં નીકળ્યા હતા.તે દરમિયાન એલ.સી.બી.ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે,છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી અલ્પેશકુમાર ધીરજલાલ ચરપોટ રહે કુપડા ફતેપુરા તાલુકાનો ઘરે હાજર હોવાની બાતમી મળતાં એલ.સી.બી. ટીમ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે રાખી તેના ઘરે તપાસ કરતાં અલ્પેશ ચરપોટ હાજર મળી આવ્યો હતો. જેથી એલ.સી.બી.પોલીસ દાહોદ દ્વારા તેની ધરપકડ કરી ફતેપુરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
#Dahod #Sindhuuday

