દાહોદ નગર,જિલ્લામાં નોકરીદાતાઓએ ઓનલાઇન નોંધણી કરાવવા તાકીદ
સિંધુ ઉદય
ખાલી જગ્યા ભરવા ૧૫ દિવસ પહેલા નોટિફિકેશન કરાવવું ફરજીયાત
દાહોદ નગર – જિલ્લામાં નોકરીદાતાઓએ ઓનલાઇન નોંધણી કરાવવા તાકીદ
દાહોદ નગર અને જિલ્લામાં આવેલા ઉદ્યોગો એકમો તેમજ સંસ્થાઓ ખાલી પડેલી જગ્યાઓ અંગે જિલ્લા રોજગાર કચેરીને ફરજીયાત જાણ કરવાની હોય છે. તે અંતર્ગત આ નોકરી દાતાઓએ અનુબંધન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. દાહોદ શહેર-જીલ્લામાં આવેલા જાહેરક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનાં તમામ એકમો-સસ્થા જેવા કે કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલપંપો, મોલ, શોરૂમ, ટ્રસ્ટ,બેન્કોએ દર ત્રિમાસિક ઈ.આર.૧ રીટર્ન તેમજ ઉત્પાદનલક્ષી એકમોએ એકમોએ દર છ માસિક ૮૫%નું રીટર્ન ૩૦ દિવસમાં જીલ્લાની રોજગાર કચેરી દાહોદને મોકલવુ ફરજીયાત છે. તેમજ કોઇપણ ખાલી જગ્યા ભરતા પહેલા ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરી દાહોદને નોટીફીકેશન કરાવવું અથવા અનુબંધમ પોર્ટલ પર જોબ પોસ્ટ કરવી ફરજીયાત છે. રોજગારી શોધમા હોય તેવા જોબસીકર અને માનવબપ્ળની શોધમા હોય તેવા એમ્પ્લોયરે ૩૦.૪.૨૦૨૩ સુધિ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે તેમજ જે સંસ્થા એકમો એ સીએનવી એકટ હેઠળનુ માર્ચ-૨૦૨૩ અંતિત ત્રીમાસીક ઈ આર ૧ રીટર્ન રોજગાર કચેરી, ત્રીજો માળ ,જીલ્લા સેવા સદન ,છાપરી દાહોદને રુબરુ અથવા ઈમેલ થી સબમીટ કરવાનુ બાકી હોયતો ૩૦.૪.૨૦૨૩ સુધિ ફરજીયાત સબમીટ કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે. સબમીટ ન કરનાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.૦૦૦