સીમલીયા ગામે થી રહેણાંક મકાન માંથી 27,070 હજાર નો દારૂ ઝાડપાયો.
અજય સાસી રાજ ભરવાડ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલીયા ગામેથી લીમડી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂપિયા 27,070 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનો જાણવા મળે છે. ગતરોજ લીમડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને મળેલ બાતમીના આધારે સીમલીયા ગામે તળ ફળિયામાં રહેતા સુરમલભાઈ નરસિંહભાઈ ડામોરના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતા પોલીસને જોઈ સુરમલભાઈ પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી હાથ ધરતા વિદેશી દારૂની 206 નંગ બોટલો કિંમત રૂપિયા 27,070 નો મુદ્દામાલ ઝડપી પાડી ઉપરોક્ત લીમડી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


