ગુજરાત ગૌરવ દિનની પૂર્વ સંધ્યા એ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો.

સિંધુ ઉદય

પોલીસ મહાનિરીક્ષક ગોધરા પંચમહાલ રેન્જ શ્રી ચિરાગ કોરડીયાએ દાહોદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત લોન કોર્ટનું કર્યું ઉદઘાટન પોલીસ બેરેક પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઈનડોર ગેમ્સ સેક્શનનો કરાવ્યો પ્રારંભ ગુજરાત ગૌરવ દિનની પૂર્વ સંધ્યા એ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ મહાનિરીક્ષક ગોધરા પંચમહાલ રેન્જ શ્રી ચિરાગ કોરડીયા એ દાહોદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત લોન કોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વેળા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એએસપી શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ગોધરા પંચમહાલ રેન્જ શ્રી ચિરાગ કોરડીયાએ પોલીસ બેરેક પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમાર્થીઓ માટે ઈનડોર ગેમ્સ સેક્શનને પણ ગત રોજ ખુલ્લો મૂક્યો હતો. જ્યાં ચેસ, કેરેમ સહિતના વિવિધ રમતો માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પોલીસ પરિવાર સ્નેહ મિલન તથા સંગીત સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ઉકત અધિકારીશ્રીઓ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિતના અઘિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસકર્મીઓ માટેનો એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારીશ્રીઓ – કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: