વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે દાહોદમાં રેડક્રોસ દ્વારા જનજાગૃતિ રથ યાત્રા તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : યાત્રાના પ્રસ્થાન સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું


દાહોદ તા.૦૪
દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ સંદર્ભે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જનજાગૃતિ માટે રેડક્રોસ રથ મોકલવામાં આવી રહ્યો છે.
રેડક્રોસ રથ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે પહોંચ્યું હતું. તેનો ઉદ્ઘાટન સમારોહ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું રેડક્રોસ દાહોદના ચેરમેન ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી કમલેશભાઈ લીંબચિયા સહમંત્રી સાબીર શેખ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર અમીરભાઈ કાપડિયાતેમજ અન્ય હોદેદારોએ અને સ્વયંસેવકોની હાજરીમાં યોજાયો હતો.
શહેરના સ્ટેશન રોડ વિસ્તારોમાં ફરીને લોકોને રેડક્રોસની માનવતાવાદી સેવાઓ વિશે માહિતી આપી રહ્યો છે. યાત્રા દરમિયાન પત્રિકા વિતરણ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.


Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://www.binance.info/register?ref=IXBIAFVY