અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ઠલાલના ભાથીપુરામાં રહેતા ત્રણ મિત્રો બપોરના સમયે ચકલાસી ખાતે જાનમાં એક મોપેડ પર નીકળ્યા હતા. ત્યારે કઠલાલ ઇન્દોર હાઇવે ક્રોસિંગ પર એક ટ્રક સિગ્નલ આપ્યા વગર ટર્ન મારત રોડ પર આવી ગયુ હતુ. પાછળ આવતા મોપેડમાં બ્રેક મારવા છતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક સુરેશભાઇ ઝાલાનું મૃત્યુ નીપજ્યુ હતુ. કઠલાલ ભાથીપુરામાં રહેતા ત્રણ મિત્રો વિપુલ ઝાલા, સુરેશ ઝાલા અને સંજય ઝાલા ત્રણેય મિત્રો મોપેડ પર ચકલાસી જાનમાં જવા માટે નિકળ્યા હતા. ત્યારે બગડોલ પાટિયા પાસે અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર પહોંચતા ક્રોસીંગમાંથી એક ટ્રક વધુ સ્પીડમાં કોઇ પણ પ્રકારનું સિગ્નલ આપ્યા વગર કટમાથી વળાવી હતી. પરંતુ ટ્રકનુ આખો ટર્ન ન વાગતા રોડ પર આવી ગઇ હતી. જેથી મોપેડને અચાનક બ્રેક મારવા છતા ટ્રકના પાછળના ભાગે અથડાયું હતુ. જેમાં ત્રણ જણા રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં સુરેશભાઇ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તથા વિપુલભાઇ અને સંજયભાઇને શરીરે ઈજા પહોંચી હતી. જેને લઇ ટ્રક રસ્તા વચ્ચે ટ્રક ઉભુ રાખીટ્રક ડ્રાઇવર ભાગી ગયો આ અકસ્માત સર્જાતા સુરેશભાઇનું મોત નિપજતા અને અન્ય મિત્રોને ઇજા થતા વિપુલકુમાર ઝાલાએ ટ્રક ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.