રાબડાલ મુકામે 11 કેવી હાઈ ટેન્શન લાઇન પર મેન્ટેનન્સનું કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીને ઇલેક્ટ્રિક શોકના કારણે જમીન પર પટકાતા મોત.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના રાબડાલ મુકામે 132 kv સબ સ્ટેશનની પાછળથી પસાર થતી 11 કેવીના લાઇનના થાંભલા પર કામ કરી રહેલા આઉટસોર્સિંગ એજન્સીના 27 વર્ષીય કામદારને ઈલેક્ટ્રીક સોર્ટ લાગ્યા બાદ જમીન પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી મરણ જનાર કામદારના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રાબડાલ મુકામે આવેલા અને મધ્યગુજરાત વીજ કંપનીના તાબા હેઠળ આવતા અને જેટકો કંપનીના 132 કેવી સબ સ્ટેશનની પાછળથી પસાર થતી 11kv હાઈ ટેન્શન લાઈનના મેન્ટેનન્સની કામગીરી કરતી RYB ઈલેક્ટ્રિકલ કંપની રાજકોટના કામદાર અને છત્તીસગઢ ખાતેના રહેવાસી 27 વર્ષીય છોટુભાઈ ફાગુલવસી હાદસા નામક કામદાર આજરોજ સવારના 12 વાગ્યાના સુમારે હાઇટેનશન લાઈનના વીજપોલ પર વીજપોલ ચડી જંપર ઉતારવાનું કાર્ય કરી રહ્યો હતો તે સમયે આ કામદારને ઇલેક્ટ્રિક સૉર્ટનો ઝટકો લાગતા જમીન પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ વીજ કંપની દ્રારા દાહોદ તાલુકા પોલીસને ઘટના સંબંધી જાણ કરતા સ્થળ પર પહોંચેલી ગ્રામ્ય પોલીસે ઘટના સંબંધી ડેડબોડીનું પંચકેશ કરી મરણ જનાર કામદારની લાશને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી