સંજેલીમાં મોબાઈલ પર ઈનામની લાલચ આપી યુવાન સાથે ૫ લાખની છેતરપીંડી

સુભાષ એલાણી/જીજ્ઞેશ બારીઆ

દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના સંજેલી મુકામે એક વ્યÂક્ત સાથે ઓનલાઈન ફ્રોડ બનાવ થયાનું સામે આવ્યું છે. જુદા જુદા નંબરથી ફોન કરી નંબર સિલેક્ટર થયા હોવાનું તેમજ લોટરી લાગ્યા હોવાનુ અને મુંબઈ ખાતે એક વૈભવી  ૨૫ લાખનો બંગલો જીત્યા હોવાનુ જણાવી સંજેલીના વ્યÂક્ત પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટ નંબરોમાં ટુકડે  ટુકડે કુલ રૂ.૫,૯૭,૫૦૦ (પાંચ લાખ સત્તાણુ હજાર પાંચસો) રૂપીયાની ઠગાઈ કરી પૈસા બેંકમાં તેમજ ઓનલાઈન ભરાવ્યા હતા અને સામેવાળાઓએ આ વ્યÂક્તને પોતાના વિશ્વાસમાં લઈ અને આ નાણાં છેતરપીંડી કરી ઠગાઈ કરાતાં આ બાબતનો અહેસાસ થતાં વ્યÂક્તએ સંજેલી પોલીસ મથકે પ્રાથમીક તબક્કે અરજી આપ્યાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, લોભમાં આવેલ આ સંજેલીના વ્યÂક્તએ કોઈને કશું પણ કહ્યા કે આ વિશે જાણ કર્યા વગર આ નાણાં ફ્રોડ વ્યÂક્તઓને એકાઉન્ટ નંબરમાં નાંખી દઈ અને આ નાણાં પૈકી કેટલાક રૂપીયા તો આ વ્યÂક્તએ વ્યાજે લીધા હોવાનુ તેમજ પોતાની જમીન વેચેલ જે નાણાં આવ્યા હતા તે નાણાં પણ ગુમાવી બેસતા હાલ આ વ્યÂક્ત સાથે “ ના ઘરનો ના ઘાટ” જેવો હાલ સર્જાયો છે.
“લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે” અને “ અતિ લોભ એ પાપનું મુળ” કહેવત આજે દાહોદ જિલ્લાના સંજેલી મુકામે સાર્થક થવા પામી છે. ઓનલાઈન ફ્રોડના કેસોમાં રાજ્યભરમાં વધારો જાવા મળી રહ્યો છે જ્યા જુઓ ત્યા ઓનલાઈન ફ્રોડના બનાવોમાં ભોળીભાળી પ્રજાને નિશાન બનાવી દેવામાં રહી આવી છે અને પૈસા, મિલ્કત કે ચીજવસ્તુઓની લાલચમાં લોકો ફ્રોડ વ્યÂક્તઓના સકંજામાં આવી પોતાની મહેનતની કમાણીના પૈસા પણ ગુમાવી બેસતા હોય છે. આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લાના સંજેલી મુકામે પ્રકાશમાં આવ્યો છે. સંજેલી મુકામે પાણી ફળિયામાં રહેતા યાસીનભાઈ આદમભાઈ શેખ નામક વ્યÂક્તએ ગતરોજ સંજેલી પોલીસમાં આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર, તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યાના આસપાસ એક અજાણ્યા વ્યÂક્તનો ૯૨૩૦૬૪૮૯૯૩૪૩  અને ૯૮૯૮૧૬૫૯૬૦ ના નંબર પરથી ફોન આવ્યો હતો અને યાસીનભાઈને જણાવેલ કે, તમારો નંબર સિલેક્ટ થયો છે અને તમારે ૨૫ લાખની લોટરી લાગી છે, તેમ જણાવી, તે મેળવવા માટે તમારે ૧૨,૫૦૦ રૂપીયા ભરવા પડશે. આમ, કહી યાસીનભાઈને ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩૧ નંબરનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો. આ અજાણ્યા વ્યÂક્તની ડાહી ડાહી અને લોભામણી વાતોમાં હરખના ઘેલા થયેલા યાસીનભાઈએ સંજેલી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા મુકામે દોડી ગયા હતા અને રૂ.૧૨,૫૦૦ ઉપરોક્ત એકાઉન્ટ નંબરમાં જમા કરાવી દીધા હતા. તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ એટલે કે, બીજા દિવસે અજાણ્યા વ્યÂક્તનો ઉપરોક્ત મોબાઈલ નંબરથી યાસીનભાઈના મોબાઈલ ફોન પર બપોરના સમયે ફરી ફોન આવ્યો હતો અને અજાણ્યા વ્યÂક્તએ જણાવેલ કે, બીજા ટેક્સના રૂ.૮૦,૦૦૦ ભરવા પડશે અને આ પૈસા ભરવા માટે બીજા એક બેંક એકાઉન્ટ નંબર ૪૩૪૪૦૧૦૦૦૦૫૯૧૯ આપ્યો હતો અને તેમાં ભરી દેવા જણાવ્યુ હતુ. બીજી વખત પણ યાસીનભાઈ બરોડા બેંક ખાતે દોડી ગયા હતા અને ત્યા ઉપરોક્ત એકાઉન્ટ નંબરમાં રૂ.૮૦,૦૦૦ ભરી દીધા હતા. સમગ્ર સીલસીલો અહીં પુરો નથી થતો. આગળ તા.૧૯મી ફેબ્રુઆરી એટલે કે, ત્રીજા દિવસે ફરી અજાણ્યા વ્યÂક્ત દ્વારા ૪૨૨૪૦૧૦૦૦૧૫૭૫૮ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો અને તેમા રૂ.૧,૧૦,૦૦૦  ભરી દેવા જણાવ્યું હતુ. આ રકમ પણ યાસીનભાઈએ ઉપરોક્ત ખાતામાં નાંખી દીધી હતી.  આજ દિવસે થોડીવાર પછી અજાણ્યા વ્યÂક્તનો ફરી ફોન આવ્યો અને યાસીનભાઈને જણાવ્યુ કે,  હજુ એક લાખ રૂપીયા ભરવાના રહેશે માટે આ રૂપીયા ભરવા માટે ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩૧ નંબરનો એકાઉન્ટ નંબર પણ મોકલ્યો અને યાસીનભાઈએ આ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીવાર ૧ લાખ ભરી દીધા હતા. આટલા રૂપીયા ભરવા છતાં પણ ઓનલાઈન લુંટારૂ ફ્રોડ વ્યÂક્તઓનો મન ભરાતા તા.૨૦મી ફેબ્રુઆરીના રોજ યાસીનભાઈ પર ફરી કોલ આવ્યો હતો અને તે દિવસે ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩ અને ૪૨૪૪૦૧૦૦૦૦૫૯૧૯ એમ બે એકાઉન્ટ નંબરમાં એક દિવસમાં અલગ અલગ સમયગાળા દરમ્યાન રૂ.૧,૫૦,૦૦૦ અને ૮૦, હજાર યાસીનભાઈએ લોભમાં આવી ભરી પણ દીધા હતા.
આ સમગ્ર કિસ્સા બાદ યાસીનભાઈ દ્વારા ફરીવાર જે તે કામ અર્થે રૂ.૮૦,૦૦૦, ૪૦,૦૦૦ તથા ૨૫,૦૦૦ નેટ બેંકીંગ મારફતે પણ આ નાણાં જે તે ફ્રોડ વ્યÂક્તઓના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા.
આ બાદ ફ્રોડ કોલર દ્વારા યાસીનભાઈના મોબાઈલ ફોન ઉપર સામેથી ફ્રોડ ઓળખપત્ર, આધારકાર્ડ તેમજ લોટરીનો ૨૫ લાખનો ચેક બેંક ઓફ બરોડાના નામનો ફ્રોડ ચેક તેમજ લોટરીની પહોંચ પણ પણ મોકલી હતી. આ તમામ વસ્તુઓની યાસીનભાઈએ પ્રિન્ટ આઉટ કાઢી આ કાગળો લઈ સંજેલી બેંક ઓફ બરોડામાં તપાસ કરવા ગયા હતા. જ્યા આ લોટરીની ૨૫ લાખની રકમ જમા થઈ હોવાના ઉત્સાહ સાથે બેંકમાં જતાં જ બેંક દ્વારા આવી કોઈ રકમ તમારા ખાતામાં જમા નથી થઈ હોવાનો જવાબ મળતાં એકક્ષણે યાસીનભાઈના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી. આ અગાઉ આ ફ્રોડ કોલરો દ્વારા યાસીનભાઈને આ વિશે કોઈને પણ કશુ જણાવવાનું મનાઈ કરી હતી પરંતુ યાસીનભાઈ દ્વારા આ બાબતે પોતાના નજીકના મિત્રો તેમજ પરિવારજનોને આ બાબતે વાત કરી ઉપરોક્ત તમામ બનાવ સંદર્ભેની વાતચીત કરતાં જાગૃત નાગરિકો દ્વારા યાસીનભાઈને જણાવાયું હતુ કે, તેઓ સાથે લોટરીના નામે છેતરપીંડી થઈ છે.
આ બનાવમાં બાદ યાસીનભાઈ શેખ દ્વારા સંજેલી પોલીસ મથકે આવી આ બાબતની લેખિત અરજી કરી હતી. પોલીસે પણ પ્રાથમીક તબક્કે તપાસનો ધમધમાટ શરૂ તો કર્યાે છે પરંતુ સમગ્ર પ્રકરણમાં આવા ફ્રોડ લુંટારૂઓનો શિકાર બનેલ યાસીનભાઈની હાલ Âસ્થતી કફોડી બની રહેવા પામી છે. તેઓ આ લોટરીની લાલચમાં વ્યાજે પૈસા લાવી આ ફ્રોડ વ્યÂક્તઓના બેંક એકાઉન્ટમાં ભર્યા હતા તેમજ પોતાના મકાન અને જમીન વેચાણના પૈસા પણ ગુમાવ્યા છે.
#Dahod #Sindhuuday#

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: