દાહોદ નગરપાલિકાના કાઉન્સીલરો દ્વારા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી કલેક્ટર સુધી લેખિત રજુઆત કરી.

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના કાઉન્સીલરો દ્વારા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી કલેક્ટર સુધી લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દાહોદ શહેરના મોટાભાગને વેપારીઓ પોતાના રોજગાર, ધંધાને લઈ ચિંતામાં જાેવા મળી રહ્યાં છે.દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરીનો આરંભ થઈ ચુક્યો છે. સ્માર્ટ રસ્તાઓ બનાવવા માટે રસ્તાઓ પહોંચાળા કરવાની માપણીઓ હાથ ધરવામાં આવી હતી. શહેરના ઘણા વિસ્તારોથી લઈ જાહેર રસ્તાઓ પર તંત્ર દ્વારા માર્કિંગ કરવામાં આવ્યું હતું. માર્કિંગ કર્યા બાદ દાહોદ શહેરના વેપારીઓને નોટીસો ફટકારવામાં આવી છે. બે દિવસ પુર્વ શહેરના ગોધરા રોડથી લઈ ભરવાડવાસ, દેસાઈવાડા સુધીના ગેરકાયદેસર દબાણો વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં બીજી દિવસે ગોદી વિસ્તારના પણ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં ત્યારે આજરોજ શહેરના મુખ્ય એવા સ્ટેશન રોડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંના વેપારીઓને તંત્ર દ્વારા નોટીસો આપવામાં આવી હતી ત્યારે આ મામલે આ વિસ્તારના વેપારીઓમાં ભારે ચિંતા જાેવા મળી હતી. શહેરના ૭૦૦થી વધુ વેપારીઓના વેપાર, ધંધા પર જાેખમ હોય ગતરોજ શહેરના વેપારી મંડળ દ્વારા કલેક્ટર, એસ.ડી.એમ. તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પરિસ્થિતી આગામી દિવસોમાં ગંભીર બનશે અને શહેરના વેપારીઓ વેપાર, ધંધા વિહોણા થઈ જશે તેવી ચિંતા સાથે આજરોજ દાહોદ નગરપાલિકાના કાઉન્સીલરો દ્વારા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી કલેક્ટરને આવેનદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી દિવસો શહેરના મોટાભાગના ગેરકાયદેસર દબાણો તુટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં ગેરકાયદેસર દબાણો તુટવાની કામગીરીમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને શહેરમાં ગેરકાયદેસર દબાણો તુટવાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: