બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સંતરામપુર ખાતે જેસાવાડા ના કિરણસિંહ ચાવડાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
સિંધુ ઉદય
બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સંતરામપુર ખાતે જેસાવાડા ના કિરણસિંહ ચાવડાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.ગરબાડા તારીખ 7 સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર દ્વારા આયોજિત ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી મહીસાગર ,દાહોદ, પંચમહાલ એમ ત્રણેય જિલ્લાના રોહિત સમાજના સભ્ય દ્વારા સંતરામપુર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી. આ પ્રસંગે કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ મંત્રી માન્ય શ્રી કુબેરભાઈ ડીંડોડ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ માં વિશાળ સંમેલન યોજાયું જેમાં દાહોદ જિલ્લાના જેસાવાડા ગામના કિરણસિંહ ચાવડા ને સમાજસેવા અને ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ તેમજ દિલ્હી ખાતે કબીર કોહિનૂર એવોર્ડ મળવા બદલ ત્રણે જિલ્લાના આગેવાનો એ કિરણસિંહ ચાવડાનું ભવ્ય રીતે અને અદભુત સન્માન કર્યું હતું .આ પ્રસંગે સમાજપંચના પ્રમુખ ગનાભાઈ ભૂનેતર, મંત્રી ગણેશભાઈ બામણીયા, તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ, સંસ્થાના ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર, કાળુભાઈ સોલંકી રમેશભાઈ સોલંકી વકીલ શ્રી ભુલાભાઈ પરમાર, દેવાભાઈ સોલંકી, રમેશભાઈ સિસોદિયા, શૈલેષભાઈ ભૂનેતર, તેમજ સંદેશના પત્રકાર બાબુભાઈ જેવા સમાજના અનેક વડીલો યુવાનો કાર્યકરો આગેવાનો સરપંચ શ્રીઓ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશિતાથે