ઝાલોદ નગરમાં ફિલ્ટર પ્લાન્ટમાં સાફ સફાઈ ન રહેતા દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જવાબ માંગવામાં આવ્યો.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં ફિલ્ટર પ્લાન્ટમાં સાફ સફાઈ ન રહેતા દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જવાબ માંગવામાં આવ્યો તાલુકા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર અને ચિફ ઓફિસર પાસે દિન 7 માં જવાબ માંગવામાં આવ્યો ઝાલોદ નગરના જાગૃત નાગરીક ભરત શ્રીમાળી દ્વારા નગરના પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈ નથી થતી તે અંગે નગરપાલીકાનું લેખીત અરજી કરી ધ્યાન દોર્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા યોગ્ય જવાબ ન અપાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય પર આ અંગે લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નિયમો મુજબ કાર્યવાહી કરવા લેખિત સુચન આપી આ અંગે 7 દિવસમાં જવાબ માંગવામાં આવેલ છે. આ માટે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી , કાર્યપાલક ઈજનેર તેમજ ચીફ ઓફિસર પાસે જવાબ માંગવામાં આવેલ છે. તેમજ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા ભરત શ્રીમાળીને પણ અરજીનો જવાબ જે તે અધિકારીઓ પાસે માંગવામાં આવેલ છે તેની લેખિત જાણકારી આપવામાં આવી હતી. આ અંગે સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા સહુ કોઈ નગરજનો નગરના પાયાના પ્રશ્નો માટે કાયમ લડતા ભરત શ્રીમાળી ના કામકાજને બિરદાવવા લાગ્યા હતા. તેમજ તેમના દ્વારા સતત આવી નિસ્વાર્થ સેવા થકી ઘણા પ્રાણ પ્રશ્નોના નિરાકરણ પણ આવેલ છે.