આરટીઓ વિભાગ દ્વારા ભૂલ કરાતા વાહન માલિકને કારની આરસી બુક બદલે બાઇક મોકલી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
આરટીઓ વિભાગ દ્વારા ભૂલ કરાતા વાહન માલિકને કારની આરસી બુક બદલે બાઇક મોકલી કપડવંજમાં કાર ખરીદનાર વ્યક્તિના ઘરે આરટીઓ દ્વારા કારના બદલે બાઈકની આરસી બુક મોકલી દેવામાં આવી હતી. જેને લઇને કાર માલિક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. દિનેશકુમાર પટેલ નામના વ્યક્તિએ કપડવંજ ખાતે આવેલા મોટર્સના શો રૂમ પરથી નવી ગાડી ખરીદી હતી, ત્યારબાદ ડીલર તરફથી આરટીઓને લગતી ઓનલાઇન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. નવી ગાડી લીધાના એક મહિનામાં આર સી બુક જે તે કસ્ટમરના ઘરે આરટીઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. દિલીપભાઈને પોસ્ટ દ્વારા આર સી બુક મળી પરંતુ કોઈ નડિયાદના વાહન ચાલની હતી. આરટીઓમાંથી આવેલ પોસ્ટ કવર પર નામ અને એડ્રેસ પોતાનું હતું એટલે દિનેશે આરસીબુક સ્વીકારી હતી, પરંતુ અંદર આર સી બુક જ જુદી હતી. જેમાં બાઈકના માલિક રાકેશભાઈ બિપીનચંદ્ર વાઘેલા રહે. સર્વોદય સોસાયટી, હાથજ નડિયાદનું એડ્રેસ જોતા બીજા કોઈ વ્યક્તિની આરસી બુક હતી. આરટીઓ વિભાગ દ્વારા ભૂલ કરાતા વાહન માલિક પણ મુંઝવણમાં મુકાયા હતા. ડીલરશીપ પરથી ઓનલાઈન ટેક્સ ભરી પેપરો આરટીઓ ખાતે મોકલી આપવામાં આવે છે. આરસી બુક ડિસ્પેઝનું કામ આરટીઓ કરે છે. જેથી આરટીઓ તરફથી પોસ્ટ કરવામાં ભૂલ થઈ હોઈ શકે. શો રૂમ સંચાલક

