જેસાવાડા માં આજે તારીખ ૨૩/૦૫/૨૦૨૩ નાં રોજ જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દ્વારા ગ્રાહક માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો.
સિંધુ ઉદય
જેસાવાડા માં આજે તારીખ ૨૩/૦૫/૨૦૨૩ નાં રોજ જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દ્વારા ગ્રાહક માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો.જિલ્લો – દાહોદ, આજે જેસાવાડા માં જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દ્વારા ગ્રાહક માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો. કંપની દ્વારા ઘર માલીકોને સારી ગુણવત્તા વાળું ઘર બનાવી શકે તે ને ધ્યાન માં રાખીને કંપની એ આ કેમ્પનું આયોજન કરયું હતું. આ કેમ્પ માં ગ્રાહકો ને પોતાનાં મકાન નું બાંઘકામ કરતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ જેનાથકી ખુબજ સારી બાંધકામ ની ગુણવત્તા વાળું મકાન મળી રહે તેની માહિતી આપવામાં આવી હતી અને સાથે બાંધકામ ની અંદર કેવી રીતે નવી ટેકનોલજી નો ઉપયોગ કરવો જોઈયે તેની પણ માહિતી આપવા માં આવી હતી, તેમજ કોન્ટ્રાકટર ભાઈઓ ને બાંધકામ દરમિયાન લેવાતી કાળજી ની વિસ્તૃત માં માહિતી આપવા માં આવી હતી, આ કેમ્પનું આયોજન જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દવારા કરવામાં આવ્યું હતું. સ્થળ: જે.કે. લક્ષ્મી સિમેન્ટ નાં વિક્રેતા – તાહેરી સિમેન્ટ ડેપો ( તાહેરીભાઈ જેસાવાડાવાલા ) પેટ્રોલ પંપ ની સામે ની શેરી માં, જેસાવાડા ખાતે થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજભાઈ જાની ટેકનિકલ ઓફિસર, જતીનભાઈ દ્વિવેદી સેલ્સ ઓફિસર, કંપની નાં સેલ્સ વિભાગ નાં વડા વિશ્વાસ હીરપરા સાહેબ ત્થા કંપની નાં ટેકનીકલ સર્વિસ વિભાગ નાં વડા ભગવાન જેઠવાની સાહેબ નાં માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો.