ગરબાડા તાલુકા પંચાયતના સભાગૃહમાં DDO અધ્યક્ષતામાં ICDS તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેઠક યોજાઈ.
વનરાજ ભુરીયા
ગરબાડા તાલુકા પંચાયતના સભાગૃહમાં DDO અધ્યક્ષતામાં ICDS તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેઠક યોજાઈ.પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહમાં દાહોદ જિલ્લા DD0 તેમજ પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં આઇ.સી. ડી.એસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંયુક્ત મિટિંગ યોજવામાં આવી હતી જેમાં આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી તેમજ દાહોદ જિલ્લાના દરેક ઘટકના સી.ડી.પીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કુપોષણને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે મુખ્ય સેવિકા અને આરોગ્ય કર્મચારીની કામગીરીમાં જે વિસંગતતા આવે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી અને આંગણવાડીના બાળકોની સંખ્યા કઈ રીતે વધારે શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને કુપોષણ દૂર કરવા માટે આંગણવાડી નો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે ICDS ના સ્ટાફને આપવામાં આવી હતી