ગરબાડામાં મામા દ્વારા ૬ વર્ષીય ભાણી ઉપરનો દુષ્કર્મ કેસની હજી શાહી સુકાઈ નથી ત્યારે તાજેતરમાં નિર્દય પિતરાઈ ભાઈ દ્વારા સીંગવડમાં માસુમ ૭ વર્ષીય બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી

સુભાષ એલાણી/જીજ્ઞેશ બારીઆ

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લામાં ગરબાડા નગરમાં એક મહિના અગાઉ કૌટુંમ્બીક મામાએ ચણા અપાવવાના બહાને પોતાની ૬ વર્ષીય ભાણી ઉપર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાને હજી શાહી સુકાઈ નથી ત્યા દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે બીજા આવો જ કંઈક એક બનાવ બનતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે રહેતો અંદાજે ૧૭ વર્ષીય પિતરાઈ ભાઈએ પોતાની ૭ વર્ષીય ભાણીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી પિતરાઈ ભાઈ સામે ગ્રામજનોનો રોષ સાથે ફીટકારની લાગણી વહેતી થવા પામી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે કે નહીં? તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ બહાર આવે તેમ છે. પરંતુ આ પિતરાઈ ભાઈની પોલીસે ધરપકડ કરી આગળની વધુ પુછપરછના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લો ક્રાઈમ ઝોન તરફ વળવા માંડ્‌યો છે. કોઈને કોઈ દિવસે દાહોદ જિલ્લામાં કોઈને કોઈ ઘટના, બનાવ કે કિસ્સાથી દાહોદ જિલ્લો હર હંમેશ ચર્ચાની એરણે રહેવા પામ્યો છે અને તેમાંય ગુન્હાહીત પ્રવૃતિઓમાં તો મોખરે છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોÂક્ત નહીં ગણાય. એકાદ મહિના અગાઉ એટલે કે, જાન્યુઆરી માસ દરમ્યાન ગરબાડા નગરમાં એક ૬ વર્ષિય બાળા ઉપર પોતાના કૌટુંબીક મામાએ દુકાને ચણા અપાવવા લઈ જવાના મુદ્દે બાળકીને ઘરેથી લઈ જઈ જંગલ જેવા નિર્જન વિસ્તારમાં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી દાહોદ જિલ્લામાં ચકચાર સાથે આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સહિત ઉચ્ચસ્તરીય રજુઆતો પણ થવા પામી હતી. આ ઘટનાની હજી સુધી શાહી સુકાઈ નથી ત્યા આવો જ કંઈક બનાવ સામે આવ્યો છે. જેમાં નવરચીત સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ડામોર ફળિયામાં રહેતો ૧૮ વર્ષીય કિરણ છત્રસિંહ નાએ પોતાના જ ઘરે રહેતી અને માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર ૬ વર્ષીય બાળા એટલે કે, સંબંધમાં આ યુવકની માસીની છોકરી થતી બાળા ઉપર ગતરોજ તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ગામમાં ફેંકી દીધી હતી. આ ઘટનાના પ્રત્યાઘાતો સહિત જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્‌યા હતા અને પીતરાઈ ભાઈ કિરણ સામે ફીટકારની લાગણી વહેતી થવા પામી હતી. ગ્રામજનો સહિત બાળકીના સગાવ્હાલાઓના ટોળે ટોળા પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસે તાત્કાલિક એક્શન લઈ બાળકીને મોતને ઘાટ ઉતારના પીતરાઈ ભાઈ કિરણની તાત્કાલિક ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના દવાખાને મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકી સાથે આ યુવકે દુષ્કર્મ આચર્યું હશે કે નહીં? તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે જ ખબર પડશે પરંતુ તેની ઘનિષ્ઠ પુછપરછના ચક્રોગતિમા કરી દેવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ બાળકીના માતા – પિતા મુળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા હતા અને આ બાળકીના પિતા સરકારી ખાતામાં ક્લાસ ૪માં સરકારી નોકરી હતા. બાળકીના માતા – પિતાનું અવસાન થતાં બાળકી પોતાના મામા જે વાલાગોટા ગામે લઈ ગયા હતા અને આ બાળકી પોતાના મામાને ત્યા રહેતી હતી. કહેવાઈ રહ્યું છે કે, બાળકીના પિતાના અવસાન બાદ જે સરકારી સહાય અને વીમાના નાણાં આવ્યા હતા અથવા તો આવવવાના હશે તે બાબતે પરિવારમાં અવાર નવાર ઝઘડો તકરાર ચાલતો રહેતો હતો અને આ સંબંધે પણ કદાચ બાળકીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેવાઈ ના સંકેતોને પણ નકારી શકાતા નથી. પોલીસે આ તરફ પણ ઘનિષ્ઠ તપાસનો દૌર આરંભ કરી દીધો છે.
# dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: