ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા નવીન બનાવેલા ઓરડા તેમજ તેમજ રીનોવેશન કરવામાં આવેલ પીએસઆઇ ચેમ્બરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા નવીન બનાવેલા ઓરડા તેમજ તેમજ રીનોવેશન કરવામાં આવેલ પીએસઆઇ ચેમ્બરનું લોકાર્પણ કરવામાં આવ્યું લોકફાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓરડા તેમજ ચેમ્બરનું લોકાર્પણ કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન સામાજિક અગ્રણીઓ સહિત વેપારી વર્ગના ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોના સહયોગ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં પહેલા માળે નવીન બનાવેલા ઓરડાઓ તેમજ રિનોવેશન કરવામાં આવેલ પી.એસ.આઇ ચેમ્બરનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતુ સુખસર પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવલ નવીન બનાવેલા ઓરડાઓ તેમજ રીનોવેશન કરવામાં આવેલ પી.એસ.આઇ. ચેમ્બરનો લોકાર્પણ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ઉપરાંત ઝાલોદ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક ડી. આર.પટેલ,ઝાલોદ વિભાગ સી.પી.આઈ. એમ.કે.ખાટ,સુખસર પી.એસ.આઇ. મિતલબેન કે.પટેલ તેમજ સુખસર પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત મોટી સંખ્યામાં જીઆરડી,હોમગાર્ડના જવાનો તેમજ ગ્રામજનો હાજર હાજર રહ્યા હતા.




