લીમખેડા ઝાલોદ રોડ ઉપર ઝાડ પડતા મોટરસાયકલ સવાર ને ઈજા.
રમેશ પટેલ
લીમખેડા ઝાલોદ રોડ ઉપર ઝાડ પડતા મોટરસાયકલ સવાર ને ઈજા લીમખેડા થી દુધિયા તરફ જતા હાથીધરામાં ઠાકર મંદિર આગળપસાર થતી વેળાએ દુધિયાના મસીયા વિશાલ તેમજ મસીયા જનક ઉપર પવનના કારણે રોડ પાસે આવે લીમડાનું ઝાડ પડતા બન્ને ભાઇઓને ઈજા લીમખેડા થી દુધિયા તેમના ઘર તરફ જતી વેળાએ ઝડપથી પવન ફૂંકાતા રોડની બાજુમાં આવેલ લીમડાનું ઝાડ મોટરસાયકલ લઈને દુધિયા તરફ જતા મસીયા વિશાલ તેમજ મસીયા જનક ઉપર ચાલુ બાઇકે પડતા બન્નેને માથાના ભાગે તેમજ શરીર ઉપર ઈજા થવા પામેલ છે.લીમખેડા અને હાથીદરા નું અંતર 5 કિલોમીટર થી પણ ઓછું હશે ત્યાં આજુબાજુના સ્થાનિકો દવારા 108 ને ફોન કરતા 108ને આવવામાં વાર લાગતા બન્ને ઈજા ગ્રસ્તોને પ્રાઇવેટ વાહનમાં લીમખેડા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા ત્યાર બાદ પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજા જણાતા બન્ને ભાઇઓ ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.