સુખસર ગ્રામસભામાં પ્રજાને પડતી મુશ્કેલી બાબતે ટીડીઓ સમક્ષ રજૂઆત કરાઈ
યાસીન મોઢિયા/સાગર પ્રજાપતિ
સુખસર તા.05
નવીન રેશનકાર્ડ સમયસર આપવા,આધાર કાર્ડમાં ક્ષતિઓ દુર કરવા,બી.પી.એલ યાદીમાં સુધારણા કરવા માંગ કરાઈ.
ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામ પંચાયત ખાતે ગતરોજ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમાં વિશાળ સંખ્યામાં ગામના સભ્યો હાજર રહ્યા હતા.જેમાં ગ્રામજનોની પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે અને તેમાં સુધારો કરવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.જે બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ પ્રજાની મુશ્કેલી દૂર કરવા માટે બાહેંધરી આપી હતી.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામપંચાયત ખાતે ગતરોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યકર રહીમભાઈ મોઢીયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિન્ક ન થવાથી અને આધારકાર્ડ માં નામ અટક વિગેરે અંગ્રેજી ગુજરાતી ભાષા અલગતાથી વારંવાર અરજદારોને મુશ્કેલીના શિકાર બનવું પડતું હોવા બાબત તેમજ દાહોદ જિલ્લો પછાત હોવાથી કેટલાક અભણ અને અજ્ઞાત અરજદારોને વારંવાર ફતેપુરા કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત કરી હતી.તેમ જણાવ્યું હતું કે,અરજદાર અનેકવાર કચેરીના તમે ધક્કા ખાવા છતાં તેમના કામો થતા નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.અને જણાવ્યું હતું કે,નાની-નાની બાબતોને ધ્યાને લઈ બે-બે માસ સુધી રેશનકાર્ડમા નામ સુધારા અને નવીન રેશનકાર્ડમહિનાઓ સુધી કાઢવામાં નહીં આવતા હોવાથી અરજદારોને તેમના મળતા લાભો જતા કરવા પડતા હોવાની રજૂઆત કરી હતી તેમજ અઠવાડિયામાં એક દિવસ સુખસર ગ્રામ પંચાયત ખાતે જવાબદાર અધિકારીઓ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તેવી પણ માંગ કરી હતી એમજ જે બાળકો આંગણવાડી માં ભણતા હોય તેઓ માટે એક દિવસ આંગણવાડી કેન્દ્રમાં જવાબદાર અધિકારી દ્વારા આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે તો બાળકોને સરળતા રહે તેમ હોવા ની માંગ કરી હતી.તેમજ આધાર કાર્ડમાં કોમ્પ્યુટર ભૂલના કારણે આડાઅવળા નામો આવતા સરકારના કલ્યાણકારી યોજનાના લાભથી ખરેખર કેટલાક લાભાર્થીઓને વંચિત રહેવું પડતું હોવાથી પણ રજૂઆત કરવામાં આવી. હતી જેથી આધારકાર્ડ રેશનકાર્ડ વગેરે બાબતે અરજદારોને પડતી મુશ્કેલી જવાબદાર અધિકારી દ્વારા ધ્યાને લઇને આ સમસ્યાઓ હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
#dahod #Sindhuuday