નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધી નડિયાદના શિક્ષકે ટ્વિટર પર ટ્વિટ કર્યું અને ગઠિયાએ બેંકના ટ્વીટર હેન્ડલ તરીકે ખોટી ઓળખ આપી રૂપિયા ૫૭ હજાર ૮૮૧ ઉપાડી લીધી આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદમાં મરીડા રોડ પર રહેતા ગુલામહૈદર નસરૂદીન મલેક જે શિક્ષક તરીકે નોકરી કરે છે. તા. ૯ મે રોજ એપ્લીકેશન ઓપન કરતા તેમાં તેમના ક્રેડિટ કાર્ડની વિગત બતાવતું ન હોવાથી તેઓએ પોતાના ટ્વિટર મારફતે ક્રેડિટ કાર્ડ હેલ્પ લાઇન સેવા સંતોષકારક જવાબ આપતી નથી.આ બાબતે બેંકને ઇમેલ પણ કરેલ તેમજ કસ્ટમર કેરમાં વાત કરેલ જેનો પણ કોઇ સંતોષકારક જવાબ મળેલ નહી અને આશરે ૩૦ મીનીટ બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ બેન્કના ટ્વિટર હેન્ડલ તરીકે આપી હતી. કહ્યું તમે ટ્વિટ કરેલ હતું જેથી મેં તમારી સમસ્યા જાણવા માટે ફોન કર્યો છે. જેથી ગુલામહૈદર બેન્કમાંથી ફોન આવ્યો હોય તેમ લાગતા તેઓની સાથે એપ્લીકેશ નમા ક્રેડિટ કાર્ડની વિગત બતાવતું નથી તેમ જણાવ્યું જેથી તેઓએ ફોન ચાલુ રખાવી ગુગલ ક્રોમ ઓપન કરાવી તેમાં ઇન્સઇ બેન્ક ક્રેડિટ કાર્ડ લોગીન સર્ચ કરાવી તેમાં કાર્ડની વિગતો ભરવા જણાવ્યું હતું. ગુલામહૈદર તે વિગતો ભરી હતી.અને મોબાઈલમાં એક ઓટીપી આવ્યું અને સામાવાળાને તે ઓટીપી આપ્યા વગર તેમના ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા ૧૯ હજાર ૮૮૧ તેમજ ૩૭ હજાર ૯૯૬ ડેબીટ થયા હતા. આમ કુલ રૂપિયા ૫૭, ૮૮૧ ડેબીટ થઇ ગયા ત્યારે પોતાની સાથે ફ્રોડ થયેલ હોવાનું જાણ થતા ફોન કટ કરી દિધો હતો. ત્યારબાદ બેન્કમાંથી ફોન આવેલ અને આ ટ્રાન્જેકશન બાબતે પુછતા ટ્રાન્જેકશન તેઓએ નહિ કરેલ હોવાનું જણાવતા તેઓએ કાર્ડ બ્લોક કરી દિધેલ હતુ. આ સંદર્ભે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે અજાણ્યા મોબાઈલ ધારક સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.