શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવ્યુ છે.

સિંધુ ઉદય

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવ્યુ છે ગુજરાતનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારની નેમ શિક્ષકોના ભાગીદારીથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની જવાબદારી શિક્ષકોની છે બાળકોના કારકિર્દી ઘડતરમાં મા-બાપની પણ નૈંતિક ફરજ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્વનો પ્રારંભ દાહોદઃસોમવાર રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ‘ઉજવણી.ઉજ્જવળ ભવિષ્યની.સૂત્ર સાથે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતી વિકાસ વિભાગના અને પ્રાથમિક,માધ્યમિક તેમજ પ્રોઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી કુબેરભાઇ ડિડોંરના અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ઘાટી, અભલોડ અને ગરબાડા કુમારશાળા ખાતે બાલવાટીકામાં અને ધો. ૧ માં પ્રવેશ પામનાર બાળકોનું નામકાંન કરાવ્યું હતું આ અવસરે કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઇ ડિડોંરએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઈશ્વરે દરેક બાળકને ભેટ રૂપે વિશિષ્ટ કલા આપેલી હોય છે, બાળકની રુચિને પારખી, તેના કૌશલ્યને કેળવવું એ શિક્ષકની નૈતિક ફરજ છે. રાજ્ય સરકાર શિષ્યવૃતિ, નિ:શુલ્ક સાઇકલ, વિદેશ અભ્યાસ માટે લોન જેવી અનેકવિધ યોજના સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા કટિબદ્ધ છે. ત્યારે શાળામાં ભુલકાંઓ હસતા-રમતા પ્રવેશ મેળવે, તેનો શ્રેય જે તે શાળાના શિક્ષકો અને આંગણવાડીની બહેનોને જાય છે. આંગણવાડીમાં બાળકોને અક્ષરજ્ઞાનની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શાળામાં ભણવા માટે તૈયાર કરતા આંગણવાડી બહેનો અભિનંદનને પાત્ર છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલે છે. કન્યા કેળવણી ક્ષેત્રે આ કાર્યક્રમ દ્વારા નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઘટયો છે. હવે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આજે સરકારી શાળાઓમાં ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સંસાધનોની ઉપલબ્ધતાના લીધે સરકારી શાળાઓની ઈમેજ અનેકગણી બદલાઈ છે. આપણે નામાંકન દર અને ડ્રોપ આઉટ રેટમાં વિશેષ સિદ્ધિઓ મેળવી છે. મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, બાળકોને ભણી ગણી આગળ વધવાની અને શાળાનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી. શાળા પ્રવેશોત્સવને આનંદના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જે ખૂબ જ પ્રેરણાદાયી છે. એટલુ જ નહી આ નાના નાના ભૂલકાઓ હોંશે હોંશે શાળામાં એક નવા ઉજાસ સાથે પ્રવેશ કરી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સો ટકા નામાંકનનું લક્ષ્ય સાકાર થયું છે. આ એટલે જ શક્ય બન્યું કારણ કે આપણે શિક્ષણ ક્ષેત્રે જાગૃત્ત બન્યા. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યુ કે, રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં અદ્યતન સુવિધાઓનું નિર્માણ કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે આવેલા આ પરિવર્તન થકી ભૂલકાઓના સુંદર ભવિષ્યનું નિર્માણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. તેમના શાળા પ્રવેશોત્સવના પ્રયાસોથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. સો ટકા નામાંકન થઈ રહ્યું છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે, જેથી માતા-પિતાએ બાળકને અભ્યાસુ, વ્યવહારૂ, પ્રામાણિક અને સંસ્કારી બનાવવાનું બીડું ઝડપી બાળકોને નિયમિતપણે શાળાએ મોકલવા સંકલ્પબદ્ધ બને એમ ઉમેર્યું હતું. આજના શાળા પ્રવેશોત્સ કાર્યક્રમ દરમિયાન ગરબાડા તાલુકાની નેલસુરી ઘાટી પ્રા.શાળામાં ધો.૧માં ૨૦, બાલવાટિકામાં ૨૫, અભલોડ પ્રા.શાળામાં ધો.૧માં ૦૬, બાલવાટિકામાં ૧૫ અને ગરબાડા કુમારશાળામાં ધો.૧માં ૦૭, બાલવાટિકામાં ૨૩ બાળકો એમ પ્રા.શાળામાં કુલ ૬૩ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.આ વેળાએ મત્રીશ્રીએ શાળાઅભ્યાસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ મેડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ મુનિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ગામના સરપંચશ્રીઓ, સી.આર.સી. કોઓર્ડીનેટરશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો, આંગણવાડીના સભ્યો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર ભૂલકાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!