દાહોદ જિલ્લામાં હોળી,ધુળેટી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરાઈ
અજય બારીઆ, ગગન સોની,ધ્રૃવ ગોસ્વામી,યાસીન મોઢીયા, સાગર પ્રજાપતિ
દાહોદ તા.૧૧
રંગોનો તહેવાર એટલે, હોળી – ધુળેટી. હોળી – ધુળેટીના તહેવારની દાહોદ શહેર સહિત જિલ્લા વાસીઓએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ બીજા દિવેસ ધુળેટી પર્વની રંગોત્વસ સાથે એકબીજાને કલર લગાવી ધુળેટી પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ખાણીપીણીની શોખીન એવી સ્વાદપ્રિય જનતાએ જલેબી,ફાફડાની મેજબાની માણી હતી.
હોળીની રાત્રીના સમયે શહેરના વિવિધ વિસ્તારો સહિત સોસાયટી જેવી કે, ગાંધી ચોક, ગોવિંદનગર, ચાકલીયા રોડ, ગોધરા રોડ, દેસાઈવાડા, ભીલવાડા, પ્રસારણ નગર, સહકાર નગર, પરેલ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં હોળીનું દહન કરવામાં આવ્યું હતુ. હોળીના દિવસે પણ લોકોએ એકબીજાને કલર લગાવી શુભેચ્છા પાઠવી હતી તો બીજા દિવસે ધુળેટીના તહેવારના દિવસે પણ આખો દિવસ દાહોદવાસીઓએ ધુળેટી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું આગવુ મહત્વ હોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ હોળીના તહેવારની સમાજના રિતરિવાજ મુજબ ઉજવણી કરાઈ હતી. આદિવાસી સમાજમાં ઢોલ, નગારાના તાલે આખી રાત તેમજ દિવસે પણ ઝુમ્યા હતા. ધુળેટીના દિવસે નાનાથી લઈ મોટેરાઓએ ઉત્સાહ અને ઉમંગભેર ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
#Dahod #Sindhuuday