નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો ભારતનો દરેક જિલ્લો એક્સપોર્ટ હબ બને અને દેશની નિકાસ વધે તથા નિકાસ કરનાર ગૃહ ઉદ્યોગને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં ૧ હજાર ડાકઘર નિર્યાત કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખેડા પોસ્ટલ ડીવીઝન અંતર્ગત નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે તા. ૩૦ જૂન ૨૦૨૩ના રોજ ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ડાકઘર નિર્યાત કેન્દ્ર શરુ થવાથી જિલ્લાના એક્સપોર્ટરોને મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. તેમજ ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ફેસલેસ કસ્ટમ ક્લીયરીંગની શરૂઆત થઇ ગઈ છે જેથી એક્સપોર્ટરોને એજન્ટોને આપવાની ફી તેમજ કસ્ટમ ઓફિસ સુધી માલનું ટ્રાન્સપોર્ટેશન જેવા કામો માંથી મુક્તિ મળશે. એક્સપોર્ટર ઘરે બેઠા પોતાના પાર્સલનું બુકિંગ ડાકઘર નિર્યાત કેન્દ્રના ઓનલાઈન પોર્ટલ પરથી કરી શકશે અને તેમને પીકઅપની સુવિધા તથા સમય અને પૈસાનો બચાવ થશે. ડાકઘર નિર્યાત કેન્દ્રના શુભારંભના પ્રસંગે એચ.સી.પરમાર, અધિક્ષક ડાકઘર, ખેડા વિભાગ તેમજ સર્કલ ઓફિસ અમદાવાદી  એ.આર.શાહ, આસીસ્ટન્ટ ડાયરેક્ટર (બી.ડી.), રીજીયન ઓફિસ વડોદરાથી  ટી.એન.મલેક, આસીસ્ટન્ટ ડાયરેક્ટર (બી.ડી.) અને ખેડા જિલ્લાના એક્સપોર્ટર હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: