ઝાલોદ તાલુકાનાં રૂપાખેડા ખાતે ઉપસ્થિત રહી સિકલ સેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યો.
પંકજ પંડિત
ઝાલોદ તાલુકાનાં રૂપાખેડા ખાતે ઉપસ્થિત રહી સિકલ સેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશથી શરૂ કરાયેલ ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન-2047’ કાર્યક્રમમાં તેમની વર્ચ્યુઅલ હાજરીમાં ઝાલોદ તાલુકાનાં રૂપાખેડા ખાતે પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેને લલીતભાઈ ભુરીયા ઉપસ્થિત રહી સિકલ સેલ એનિમિયા કાર્ડનું વિતરણ કર્યું તથા સૌને સિકલ સેલ સામે જાગરૂકતા લાવવા માટે આહ્વાન કર્યું અને દર્દીઓને સ્વાસ્થ્ય જાળવવા અને આગલી પેઢીને આ રોગ વારસાઈમાં ન મળે તે માટે જાગૃત રહેવા અને આ રોગની નાબૂદીના અભિયાનમાં જોડાવા સૂચન કર્યું. પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન લલીતભાઈ ભુરીયા અને આરોગ્ય અધિકારી પાંડે અને આરોગ્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા


