લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઇ.

પંકજ પંડિત

લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઇ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:”તારીખ 3 જુલાઈ સોમવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકમિત્રો મળીને શાળામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું શાળાના આચાર્યા શ્રી મિત્તલ શર્મા ની પરવાનગી મળતા સૌએ ભેગા મળીને શાળાના પટાંગણમાં સ્ટેજ બનાવી સરસ્વતી માતાના ફોટાને ફૂલોથી સુશોભિત કરીને દીવો , અગરબત્તી, અબીલ ગુલાલ મૂકવામાં આવ્યો હતો.આજની સવારના 8 કલાકે શાળાના આચાર્યા શ્રી મિત્તલ એન શર્મા તેમજ ગૌરી વ્રત કરનાર બાલિકાઓ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું.ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા નું મહત્વ મોહિની બેન તથા રશ્મિબેન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરુ આપણા સૌને સદનસીબે સાચા ગુરૂ મળ્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: