ફાગોત્સવ / લાવણી ગીતોનો કાર્યક્રમ , પંકજ સોસાયટીમાં કાર્યક્રમ
ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૧૭
શ્રી રાજ શ્યામજી સેવા ટ્રસ્ટ દ્વારા પંકજ સોસાયટીની જમણવાડીમાં ફાગોત્સવ અંતર્ગત લાવણી ગીતોનો કાર્યક્રમ રાત્રે 9 વાગ્યે રાખેલ હતો.
જેમાં લોકપ્રિય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર , સુધીરભાઈ લાલપુરવાળા, નરેન્દ્ર ભાઈ સોની , આનંદભાઈ પુરોહિત , તુલસીભાઈ ની ઉપસ્થિતિમાં સુંદર મજાના ફાગગીતો ના કાર્યક્રમ અતર્ગત ઉપસ્થિત મહાનુભાવોનું સમાજના આગેવાનોનું સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટ ના પ્રમુખ દિવ્યાંગભાઈ કાપડિયા, સમાજ તેમજ *ચંદ્રકાંતભાઈ ગાંધી, બિરજુ ભાઈ ભગત ,નરેશભાઈ ચાવડા ગોપાલભાઈ ધાનકા,વગેરેએ પ્રયત્નો કર્યા હતા.
#Dahod #Sindhuuday

