દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવાની છે : કલેક્ટર શ્રી વિજય ખરાડી

દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે બંધ રાખવાના છે. આ ઉપરાંત, રાત્રી દરમિયાન કર્ફ્યુ પણ યથાવત છે. સતત પૂછાતા પ્રશ્નોના જવાબમાં કલેક્ટરશ્રીએ આ મુજબ જણાવ્યું છે.
#Sindhuuday Dahod

One thought on “દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવાની છે : કલેક્ટર શ્રી વિજય ખરાડી

  • March 17, 2026 at 6:30 am
    Permalink

    Bạn có thể đặt giới hạn thua/ngày tại 188V – hệ thống sẽ tự động khóa cược khi đạt ngưỡng, giúp bạn kiểm soát cảm xúc và tránh rủi ro tài chính. TONY03-17

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!