દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં.

દાહોદ તા.૦૯ નીલ ડોડીયાર

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો બનાવો વધવા માંડ્યાં છે જેને પગલે ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ તંત્ર દ્વારા કરાવવામાં આવે તે અત્યંત આવશ્યક બન્યું છે.માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના કારઠ ખરસોડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૭મી જુલાઈના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ તાલુકામાં રહેતાં મુન્નાભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મુન્નાભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે કસનાભાઈ સામજીભાઈ ડુંગરાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના વડેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત ગત તા.૦૮મી જુલાઈના રોજ એક નંબર વગરના લોડર મશીનના ચાલકે પોતાના કબજાનું મશીન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી લીમખેડાના વડેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ગડા ફળિયામાં રહેતાં ૨૩ વર્ષીય વિપુલભાઈ મનુભાઈ રાવતની મોટરસાઈકલને અડફેટમાં લેતાં વિપુલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક વિપુલભાઈના પિતા મનુભાઈ પારસીંગભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: