દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં બે જણા સ્થળ પર જ મોત તથા બે જણાને ગંભીર ઈજાઓ.

સિંધુ ઉદય

દાહોદ તા.૧૪

ચાલકની ગફલતને અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં બે જણા સ્થળ પર જ કારવો કોળીયો બન્યાનું તેમજ બે જણાને ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં ગતરોજ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદથી ઈન્દોર હાઈવે રોડ પર પુંસરી ગામે રાતે સાડા અગ્યાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ટેમ્પો ચાલક તેના કબજાનો ટાટા કંપનીનો જીજે-૦૨-૦૧૨૯ નંબરનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી ડુંગરા ગામના ઉસરા ફળિયામાં રહેતા ૨૩ વર્ષીય નિતીનભાઈ મુકેશભાઈ ડામોરની મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી પોતાના કબજાનો ટાટા કંપનીનો ટેપો સ્થળ પર મૂકી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક નિતીનભાઈ મુકેશભાઈ ડામોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણજનાર ડુંગરા ગામના નિતીનભાઈ ડામોરના પિતા મુકેશભાઈ સીંગાભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે ટાટા કંપનીના ટેમ્પોના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના કુમાના મુવાડા ગામે રોડ પર સવારના સાડા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાની ક્રુઝર ગાડી ફતેપુરાથી બલૈયા તરફ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈઆવી કુમાના મુવાડા ગામે રોડ પર આગળ જતી ફતેપુરાના શરણૈયા ગામના પંચોર ફળિયામાં રહેતા અરવીંદભાઈ ફુલજીભાઈ ડામોર, ૪૪ વર્ષીય શૈલેષભાઈ રમમભાઈ તાવીયાડ તથા ૪૨ વર્ષીય દિનેશભાઈ ફુલજીભાઈ ડામોર મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા શૈલેષભાઈ રમમભાઈ તાવીયાડ રહે નાની નાદુકણને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અરવીંદભાઈ ફુલજીભાઈ ડામોરને શરીરે, માથાના ભાગે, જમણા હાથે કોણી પર, ડાબા પગે ઘુંટણે, કમ્મરે, ખભાના ભાગે, નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે દિનેશભાઈ ફુલજીભાઈ ડામોરને ડાબા હાથે કોણી પર ઈજાઓ થવા પામી હતી.ઘટનાની જાણ થતાં જ ફતેપુરા પોલિસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અરવીંદભાઈ ફુલજીભાઈ ડામોર તથા દિનેશભાઈ ફુલજીભાઈ ૃડામોરને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડી મરણજનાર નાની નાદુકણ ગામના શૈલેષભાઈ રમણભાઈ તાવીયાડની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા સરકારી દવાખાને મોકલી આપી ફતેપુરા પોલિસે આ સંદર્ભે અજાણ્યા ક્રુઝર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: