કસ્બા માળીના ટેકરા પાસે થીપ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૮૪,૮૮૫નો મુદ્દામાલ કબજે કરતી એ. ડીવી. પોલીસ.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૬
દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી જુલાઈના રોજ દાહોદ એ. ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે કસ્બા માળીના ટેકરા ઉપર વોચ ગોઠવી ઉભા હતા ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઓટો રીક્ષા પાસે જઈ તેને ઉભો રાખવાનો પોલીસે પ્રયત્ન કરતાં ઓટો રીક્ષા ચાલકે ઉભી રાખી ન હતી જેથી પોલીસે તેનો પીછો કરતાં ઓટો રીક્ષામાં સવાર બે ઈસમો ભાગવા જતાં જેમાં ગાડીમાં સવાર શંકરભાઈ પ્રજાપતિ (રહે. રાણાપુર, મધ્યપ્રદેશ) પોલીસને ચકમો આપી નાસી ગયો હતો જ્યારે તેમાં સવાર અન્ય એક ઈસમ વિનોદભાઈ સુરેશભાઈ સાંસીને પોલીસે ઝડપી પાડી તેના કબજાના ઓટો રીક્ષામાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૪૦૨ જેની કિંમત રૂા. ૪૯,૮૮૫ ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૮૪,૮૮૫નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.-