ઝાલોદ નગરમાં માઁ દશામાંના ઉત્સવને લઈ બજારમાં મૂર્તિ લેવા ભક્તોનો મેળો જામ્યો.
પંકજ પંડિત ઝાલોદ
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં માઁ દશામાંના ઉત્સવને લઈ બજારમાં મૂર્તિ લેવા ભક્તોનો મેળો જામ્યો
બેંડબાજા અને ડી.જે ના તાલ સાથે વાજતે ગાજતે માઁ દશામાંની મૂર્તિને લઈ જતા ભાવિક ભક્તો
આજ રોજ તારીખ 17-07-2023 સોમવારના રોજ થી માઁ દશામાં ની મૂર્તિ લેવા નગરમાં ઉમટી પડેલ હતા. આજ રોજ ભાવિક ભક્તોનો માઁ દશામાં ની મૂર્તિ લેવા માટે ડી.જે તેમજ બેંડબાજા સાથે લઈ જતા જોવા મળતા હતા. સાથે સાથે કરિયાણાની દુકાને પૂજાપો લેવા તેમજ માતાની ચુંદડી લેવા, ફૂલમાળા લેવા, માતાનો શણગારનો સામાન લેવા માટે દુકાનોએ ભક્તોની ભીડ ઉમટી પડેલ હતી. મોટા પ્રમાણમાં ભક્તોનો ઘસારો જોતા વ્યાપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળતો હતો.
પ્રતિ વર્ષ અષાઢ વદ અમાસ થી માઁ દશામાંના વ્રતની શરૂઆત થાય છે. આ વ્રત પૂજા કરવા માટે પૂજા કરનાર ભાવિક ભક્તો રોજ સવારે સ્નાન કરી માતાની પૂજા અર્ચના કરતા હોય છે અને દસ દિવસ સુધી માઁ દશામાંની પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન જોવા મળતા હોય છે. આ ઉત્સવ દરમ્યાન ભાવિક ભક્તો રોજ ભજન , કીર્તન ,ગરબા ,કથા, આરતી જેવા નિત્ય પ્રોગ્રામ કરતા જોવા મળે છે. માઁ દશામાંના ભક્તો દિન પ્રતિદિન વધતા આ ઉત્સવ હવે મોટા પ્રમાણમાં ઉજવાતો જોવા મળે છે. ભાવિક ભક્તો ખૂબ જ આસ્થા તેમજ શ્રધ્ધા પૂર્વક ભાવિક ભક્તો આ વ્રત ઉત્સવ કરતા હોય છે.

