વિધર્મીઓ દ્વારા થતી ગૌ માતાની તસ્કરી સામે કાર્યવાહી.
સિંધુ ઉદય
વિધર્મીઓ દ્વારા થતી ગૌ માતાની તસ્કરી સામે કાર્યવાહી કરવા મામલે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોધરા ખાતે હાલના સમયમાં વીધર્મિઓ દ્વારા ગૌ માતાની તસ્કરી કરવામાં આવી રહી છે. સોસાયટીઓમાં અને ઘરોમાં બાંધેલી ગૌમાતાઓને તેઓની મોંઘીદાટ કારમાં ભરી જવાનો સિલસિલો ચાલુ છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુબઈ રહી છે અને સંત સમાજમાં પણ ખૂબ રોશ છે માટે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગૌમાતાની તસ્કરી થતી બંધ થાય અને આવા ગૌ માતાની તસ્કરી કરતા વિધર્મીઓ સામે કડકમાં પગલાં લેવામાં આવે તેમજ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.


