ફતેપુરા તાલુકા પંચાયતના અમઈને ફરજ દરમિયાન ચાલુ મીટીંગમાં નેસ રતનપુરના માજી સરપંચ દ્વારા મારામારી.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયતના અમઈને ફરજ દરમિયાન ચાલુ મીટીંગમાં નેસ રતનપુરના માજી સરપંચ દ્વારા મારામારી વિકાસના કામો ને લઈને ચર્ચા ચાલી રહી હતી તે વેળાએ15 માં નાણાપંચની યોજનામા પંચાયતને ઢોરો માટે પાણી પીવડાવવા ના હવાડા બનાવવાના નકશા ને લઈને ઉશ્કેરાઈ જઈ મારામારી કરી હતી ફતેપુરા તાલુકા પંચાયત માં વારંવાર કોઈને કોઈ વિવાદને લઈને અવાર નવર તાલુકા પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતમાં બુધવારના રોજ 15માં નાણાપંચની ગ્રાન્ટ ના નાણાથી ઢોરોને પાણી પીવડાવવાના હવાડા બનાવી આપવાની યોજનાની કામગીરી માટે બોલા ચાલી કરી મારા મારી કરનાર ફતેપુરા તાલુકાના નેસ રતનપુર ગામના ગ્રામ પંચાયતના માજી સરપંચ દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાતા અધિક મદદનીશ ઇજનેર સાથે મારા મારી કરતા માજી સરપંચની વિરોધમાં ફતેપુરા પોલીસે કાયદેસર ફરિયાદ દાખલ કરી છેફતેપુરા તાલુકામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર રાવજીભાઈ પટેલ મૂળ રહે ધામોદ પીપળી ફળિયા તા લુણાવાડા જીલ્લો મહીસાગર ના વતની અને છેલ્લા આઠ માસથી ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે મદદની ઇજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે જેઓની કામગીરી ફિલ્ડવર્ક કરી સરકારના કામોનું નિરીક્ષણ કરવાનું તથા માર્ગદર્શન આપવાનું તેમજ કામ પૂર્ણ થયેલ કામ પ્રમાણે બીલો બનાવીને બીલો મંજૂર કરવા માટે ટીડીઓ તરફ મોકલી આપવાનું કામ કરતા હોય છે ત્યારે હાલમાં 15 માં નાણાપંચ યોજના હેઠળ ગ્રામ પંચાયતોમાં ઢોરોને પાણી પીવડાવવા માટેના હવાડા બનાવી આપવાની યોજના અમલમાં છે તે બાબતે ને લઈને નેસ રતનપુર ગામના માજી સરપંચ દીપાંશુભાઈ મનોજભાઈ આંમલીયારે તારી 12/7 / 2023 ના રોજ સાંજના સાંજના આઠેક વાગ્યાના અરસામાં અનિલ પટેલ પોતાનાં ઘરે જમવા બેઠા હતા તે સમયે દરમિયાન તેમના મોબાઇલ ફોન પર દીપાંશુ આંમલીયારના ફોન આવેલો તે ફોન દ્વારા મોબાઈલથી વાત કરી જણાવેલું કે નેસ રતનપુરના ગ્રામ પંચાયત ના હવાડાઓના નકશાઓ બનાવી આપો ત્યારે અનિલ પટેલ દ્વારા જણાવેલું કે આવતીકાલે આ નકશા તમને બનાવી આપીશ તેમ જણાવતા દીપાંશુ અમલીયાર એકદમ ઉસ્કેરાય ગયેલો અને મદદનીશ ઈજનેરને મા બેન સમી બીભત્સ ગાળો બોલીને જણાવેલુ કે હવે તું નકશા લીધા વગર તાલુકા પંચાયતના પગથિયાં ચડીશ નહીં તેવી ધમકી આપેલી પરંતુ આ બાબતે અનિલકુમાર પટેલે કોઈને જાણ કરી ન હતી ત્યારે બુધવારના સાંજના 10:30 કલાકેના આરસામાં અનિલ કુમાર પટેલ મકવાણાના વરુણા તથા સુખસર ગામે પોતાની ફરજ પર હાજર હતા તેવા સમયે બપોરના એક વાગ્યાના આરસામાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી નો ફોન આવતા જણાવેલું કે જિલ્લા કક્ષાએ માહિતી મોકલવાની છે મેસેજ આવેલા છે તો તમે ઓફિસે આવો તેમ જણાવતા અનિલ કુમાર પટે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગયેલા અને ટીડીઓ સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન નેસરતનપુર ગામના માજી સરપંચ દિપાંશુ આંમલીયાર અચાનક ઓફિસમાં આવી ગયેલા અને કાંઈ પણ કહ્યા વગર અનિલ કુમાર પટેલ સાથે મારામારી કરી મોઢા ના ભાગે તથા માથાના ભાગે હાથ વડે મારવા લાગેલા દીપાંશુ ના હાથમાં પહેરેલી ચાંદીનું કડું અનિલ કુમાર પટેલના માથાના પાછળના ભાગે વાગતા લોહી નીકળવા લાગતા હાજર ટીડીઓ તથા અન્ય કર્મચારીઓએ દિવ્યેશ ચૌધરી આવી જતા અનિલકુમાર પટેલને દીપાંશુ આમલીયાર વધુ મારથી બચાવી તાત્કાલિક 108 મારફતે ઇજાગ્રસ્ત મદદનીશ ઈજનેર અનિલ પટેલને ફતેપુરા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા તેમને વધુ સારવારની જરૂર હોવાથી તાત્કાલિક દાહોદ રીફર કરવામાં આવ્યા હતા મારામારીના ભોગ બનનાર અનિલકુમાર રાવજીભાઈ પટેલે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નેસ રતનપુરના માજી સરપંચ દીપાંશુ મનોજભાઈ આંબલીયા ની વિરોધમાં ફરિયાદ આપતા પોલીસે રાજ્ય સેવકને કાયદેસરના અધિકારના તિરસ્કાર સબબ કલમ 186 સહિત ipc કલમ 302 કલમ 504 તથા કલમ 507 મુજબની મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે