આમ આદમી પાર્ટી દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સંજેલીના મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું.

કપિલ સંજેલી

દાહોદ તા.૨૧

મણીપુરમાં મહિલાઓ સાથે થયેલા સામુહિક બળાત્કાના પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલાં લઈને દાખલો બેસાડવા તથા શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રને પર ભ્રષ્ટ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સંજેલીના મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપ સંજેલીના મામલતદારને આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, છેલ્લા કેટલાંક મહિનાઓથી મણીપુરમાં ચાલી રહેલી હિંસા અંગે સમગ્ર દેશ ચિંતામાં છે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે. તાજેતરમાં જ એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે જેવા કોઈ હિંસક પશુ પણ ન કરે. આ દાનવોને માનવ ગણવા એ પણ માનવતાનું અપમાન છે. આ ર્નિલજ્જ રાક્ષસો મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને જાહેરમાં એનું સરઘસ કાઢી રહ્યા છે અને એ અબળાઓ સાથે જાહેરમાં છેડછાડ પણ કરી રહ્યા છે. સરઘસ કાઢવાથી શાંતિ ન મળી હોય એમ સરઘસના અંતે આ મહિલાઓ ઉપર સામુહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો અને હવે એ મહિલાઓના ર્નિવસ્ત્ર વિડીયો પણ વાઈરલ પણ કરવામાં આવ્યા. સભ્ય સમાજમાં આવા કૃત્યો અને આવા દાનવો માટે કોઈ સ્થાન ક્યારેય ન હોઈ શકે. દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે ? આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને એક દાખલો બેસાડવામાં આવે અને મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રીને તથા કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: