દાહોદ એલસીબી પોલીસે નાકાબંદી દરમિયાન સડેલી ડુંગળીની આડમાં સંતાડીને લઈ જવાતોવિદેશી દારૂ ઝડપી પાડ્યું.
રમેશ પટેલ / સંજય હઠીલા
લીમખેડા તાલુકાના કંબોઈ નજીક નેશનલ હાઈવે પર દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે નાકાબંદી દરમિયાન સડેલી ડુંગળીની આડમાં સંતાડીને લઈ જવાતો ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ ટ્રક મળી કુલ ૬.૬૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી. જોકે આ દરમિયાન ટ્રકનો ચાલક પોલીસને ચકમો આપી જંગલના રાસ્તે ફરાર થવામાં સફળ થયો હતો.
આમ તો ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી જિલ્લામાંથી બુટલેગર તત્વો દાહોદના રસ્તે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવી નેશનલ હાઇવે નો ભરપૂર ઉપયોગ કરે છે. જેના પગલે અવારનવાર વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં પરતાપ પણ પ્રાપ્ત થાય છે તો ઘણા કિસ્સાઓમાં પોલીસના બાકીદારોના નેટવર્કની ક્રેક કરી બુટલેગરો વિદેશી દારૂનો વેપલો કરવામાં સફળ પણ થાય છે. જોકે આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત પોલીસ મહાનિર્દેશકની સ્કવોડ ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલ પણ દાહોદ જિલ્લામાં ઘણી વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દાહોદ પોલીસને ઊંઘતી ઝડપી છે. તાજેતરમાં જ દાહોદ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુદા જુદા વિસ્તારોમાં બરોડા પાડી વિદેશી દારૂ તેમજ જુગારના કેશો પણ કર્યા છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો પણ ઊભા થવા પામ્યો છે. જોકે આ બાદ દાહોદ પોલીસે કડકાઈ પૂર્વક દારૂની બદીને ડામવા કમર કશી છે ત્યારે ગઈકાલે દાહોદ એલસીબી પોલીસના પી.આઈ કે વી. ડિંડોરને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી સડેલી ડુંગળી ભરેલી ટ્રકમાં વિદેશી દારૂ સંતાડીને લાવવામાં આવી રહ્યો છે તે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે સામેથી MP.૪૩.G.૩૮૫૩ નંબર ની ટ્રક આવતાં પોલિસે ટ્રક ને ઉભી રાખવાનો ઈશારો કરતાં ટ્રક ચાલક ટ્રકને સાઈડમાં ઊભી રાખી રાત્રિના અંધારામાં જંગલમાં ભાગી ગયો હતો. જે બાદ એલસીબી પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાથી સડેલી ડુંગળીની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 105 પેટીઓમાં ૨૫૨૦; બોટલો મળી કુલ ૩,૦૨,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 10,000 કિંમતના બે મોબાઈલ ફોન તથા ટ્રક મળી કુલ ૬.૬૨,૨૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીમખેડા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુધ પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.

