દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મોટર સાયકાલ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં પોકેટ કોપની મદદથી શોધી આરોપીને ઝડપી પાડી જેલના સળીયા ધકેલી દીધાંનું જાણવા મળે છે
સિંધુ ઉદય
દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મોટર સાયકાલ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં પોકેટ કોપની મદદથી શોધી આરોપીને ઝડપી પાડી જેલના સળીયા ધકેલી દીધાંનું જાણવા મળે છે.
મે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર. વી. અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષક શ્રી ડો. રાજદિપસિંહ ઝાલા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી કે. સિધ્ધાર્થ સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લાના મિલ્કત સંબઘી વણ શોઘાયેલા ગુન્હાઓ શોઘી કાઢવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી તા.૩૦/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ થી ૨૪/૦૦ વાગ્યા દરમિયાન દાહોદ શહેરમા પડાવ વિસ્તારમાં આવેલ પ્રાથમીક શાળા પાસે કેશવ ભવન એર્પામેન્ટના નીચે મુકેલ મોટર સાયકલ જેનો આર.ટી.ઓ. રજી.ન.- ય્ત્ન.૩૪.ઝ્ર-૩૨૨૪ તથા એંન્જીન નં.- ૐછ૧૦ઈઇૐૐમ્છ૭૮૭૨ તથા ચેસીસ નંબર- ચોરાયેલ હતી. સદર બનાવ અંગેની માહિતી મેળવી અલગ અલગ બાતમીદારોને મોકલી આપેલ હતી. તા.-૦૨/૦૮/૨૦૨૩ ના રોજ દાહોદ ટાઉન એ ડીવી. પી.આઇ સાહેબ શ્રી એમ,એન દેસાઈ સાહેબનાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્રારા હકિકત મળેલ કે સદર ગુન્હાના કામે ચોરાયેલ મો.સાની આગળ પાછળ નંબરપ્લેટ કાઢી એક ઇસમ ગરબાડા રોડ તરફથી દાહોદ ગરબાડા ચોકડી તરફ લઇને આવી રહેલ છે તેવી બાતમી આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી સદર બાતમી હકિકતથી વાકેફ કરી પંચો સાથે ગરબાડા ચોકડીથી થોડે દુર રસ્તા પર વોચ ગોઠવેલ તે દરમયાન એક ઇસમ નંબર વગરની મો.સા લઇ આવતા તેને રોકી સદર ઇસમને મો.સા ઉપરથી નીચે ઉતારી તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ સંજયભાઇ અર્જુનભાઇ જાતે-ચારેલ રહે- નગરાળા, ચારેલ ફળીયા તા-જી-દાહોદનાનો હોવાનુ જણાવતો હોય સદર ઇસમ પાસે સદર મો.સાના કાગળો માંગતા પોતાની પાસે મો.સાના કાગળો નહિ હોવાનુ જણાવતા સદર મોસાનો એન્જીન તથા ચેસીસ નંબર પોકેટ કોપ માં સર્ચ કરતા સદર મોસા ચોરીની નીકળતા સદર ઇસમની સધન પુછ-પરછ કરતા તેને ગઇ તા-૩૦/૭/૨૦૨૩ ના રોજ રાત્રીના અગીયાર એક વાગ્યાના અરસામાં દાહોદ પડાવ પ્રાથમીક શાળા પાસે કેશવ ભવન એર્પામેન્ટના નીચેથી સદર મો.સા ચોરી કરેલ હોવાનુ જણાવતો હોય જેથી સદર આરોપીને પકડી પાડી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી ધોરણસર અટક કરી દાહોદ શહેરમા બનેલ ચોરીના ગુન્હાને ડીટેકટ કરી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રશંસનીય કામગીરી કરેલ છે તથા કાયદેસરની કાર્યવાહી કરેલ છે .