માતરના અસામલી ગામેથી એક બોગસ ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો

નરેશ ગનવાણી નડિયાદ

માતરના અસામલી ગામેથી એક બોગસ ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો

માત્ર ૧૨ પાસ ડોક્ટર  લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ડોક્ટર પાસેથી એલોપેથીક દવાઓનો મોટી માત્રામા જથ્થો પણ કબ્જે કર્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોએ ગઇ કાલે બાતમીના આધારે માતર તાલુકાના અસામલી ગામે બાપા સીતારામ મઢી પાછળ રહેણાંક મકાનમાં દરોડો પાડી ગેરકાયદે ડોક્ટરી વ્યવસાયના ધીકતા ધંધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બોગસ ડોકટર ટુટુનભાઈ ઉર્ફે શંકરભાઈ સચીનભાઈ વિશ્વાસ (વૈષ્ણવ) (મુળ રહે.કલકત્તા, હાલ રહે. પ્રાથમિક શાળા સામે, પાલ્લા)ને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલ ટુટુનભાઈ ઉર્ફે શંકરભાઈ પાસે મેડીકલ ડીગ્રી કે ગુજરાત કાઉન્સિલનુ કોઈ રજીસ્ટ્રેશન પુરાવા તરીકે રજુ ન કરતાં પોલીસે  બોગસ તબીબને ત્યાં સધન પુછપરછ હાથ ધરી હતી. જેમાં આ વ્યક્તિ પોતે ૧૨ પાસ હોવાનું જણાવ્યું હતું.વધુમાં પોલીસે અહીંયા રહેણાંક મકાનમાં ચાલતા દવાખાનામાંથી મોટી માત્રામાં જુદીજુદી કંપનીઓની એલોપથીક દવાઓનો જથ્થો ઝડપી લીધો હતો. જેની કિંમત રૂપિયા ૨૬ હજાર ૪૧ છે પોલીસે આ મુદ્દામાલ કબજે કરી બોગસ તબીબ સામે ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ મુજબ લીંબાસી પોલીસમાં ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: