મહુધાના મહિસા પાસેથી કારમાં લઈ જવાતો  વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો.

નરેશ ગનવાણી નડિયાદ

મહુધાના મહિસા પાસેથી કારમાં લઈ જવાતો  વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસો ગઇકાલે રાત્રે  પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અલીણા ચોકડીથી લાડવેલ તરફ જતા નિઝામપુરા પાટિયા પાસે લાડવેલ તરફથી એક સફેદ કલરની ક્રેટા કાર  પોલીસને સામે  મળી હતી. કારમાં કારા કાચ લગાવેલા હતા પોલીસને શંકા જતા પોલીસે  ગાડીનો પીછો કર્યો હતો. ઉપરોક્ત કારના ચાલકે  મહીસા ગામની સીમમાં  નાસવા જતા પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે કાર ચાલક ફરાર થવામાં સફળ થયો હતો. પકડાયેલા વ્યક્તિનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ગજેન્દ્રસિંહ રાઠોડ (રહે.રાજસ્થન) હોવાનું જણાવ્યું હતું. કારની તલાસી લેતાં કારમાંથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલો નંગ ૧૨૯૬ કિંમત રૂપિયા ૧ લાખ ૩૩ હજાર ૩૪૪ મળી આવ્યો હતો.  કારની નંબર પ્લેટ પણ ખોટી હતી. કારનો અને તેના ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા હતા. આ દારૂનો જથ્થો આપના ઉદયપુરનો વિજયસિંહ ચુડાવત રાજપુત અને ફરાર થનાર કારચાલક કેશુભાઈ જાટ  પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલ કાર અને ઉપરોક્ત દારૂનો જથ્થો મળી કુલ કિંમત રૂપિયા ૮ લાખ ૩૭ હજાર ૩૪૪નો મુદ્દામાલ જપ્ત કરી  કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!