ઝાલોદ મ.ચુ.કોઠારી પ્રા.શાળા ઝાલોદ દ્વારા “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ની ઉજવણી કરાઈ
પંકજ પંડિત
ઝાલોદ મ.ચુ.કોઠારી પ્રા. શાળા ઝાલોદ દ્વારા “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ની ઉજવણી કરાઈઆઝાદી કા અમૃત મહોત્સવ દ્વારા આજ રોજ મ.ચુ.કોઠારી પ્રા. શાળા ના સ્ટાફમિત્રો તથા બાળકો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો એમાં આ કાર્યક્રમ નો વડાપ્રધાન નો દેશ પ્રેમ માટે શહીદો ની સાચી શ્રધાંજલિ આપવા દરેક ગામ માં 75 વૃક્ષો વાવવા તથા આખા દેશ માંથી દરેક તાલુકા માંથી માટી લઇ દિલ્હી ખાતે શહીદ પથ માટે એ માટી નો ઉપયોગ કરી એક સાચી શ્રધાંજલિ મોદીસરકાર શહીદો ને આપવા જઇ રહી છે અનેક વિસ્તૃત માહિત શાળા ના શિક્ષક મનીષા બેન પટેલ સુંદર માહિતી બાળકો ને આપી હતી. તથા બાળકો ને આ કાર્યક્રમ માં 5 પ્રતિજ્ઞા લેવડાવી દેશ ભક્તિનું વાતાવરણ બાળકો ના મન માં ઉભું કર્યું હતું. ઝાલોદ મ.ચુ.કોઠારીના શિક્ષકો દ્વારા બાળકોની એક રેલી દેશપ્રેમને લગતા નારા લગાવતા નગરમાં કાઢવામાં આવેલ હતી. બાળકોના માસુમ ચહેરા પર ભારત માતા કી જય, મારી માટી મારો દેશ, વંદે માતરમ્ જેવા નારા લગાવતા ખૂબ સુંદર લાગતા હતા અને બાળકોમાં પણ સૂત્રોચાર કરતા તેમના ચહેરા પર દેશપ્રેમ છલકાયેલ જોવા મળતો હતો.


