પગપાળા તેમજ ખાનગી વાહનોમા બેસી પોતાના વતને જતાં મજુરો
જયેશ ગારી
દાહોદ તા.૨૭
પરપ્રાંતમાં હાલ મજુરો પરત પોતાના વતન આવી રહ્યા છે ત્યારે ખાનગી વાહનો તેમજ ચાલતા પસાર થતાં મજુરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે આવા સમયે દાહોદ જિલ્લામાંથી પસાર થતાં પરરપ્રાંતમાં મજુરી કામ કરી પરત વતન જતાં મજુરોની દાહોદ જિલ્લાની ચેકપોસ્ટો ખાતે ચેકઅપ કર્યા બાદ તેઓને આગળ જવા દેવામાં આવે છે આવા સમયે ઘણા મજુરો ચાલતા પસાર થઈ રહ્યા છે તો ઘણા મજુરોને ખાનગી વાહનો મળી જતાં તેઓ વતન ખાતે પહોંચી રહ્યા છે. તંત્ર દ્વારા પણ આવા મજુરોને સહીસલામત તેઓને વતન મોકલવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે સાથે જ ખાણીપીણીની ચીજવસ્તુઓની પણ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
#Dahod Sindhuuday

