ખેડા જિલ્લા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરાશે

નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરાશે

ભારતીય જનતા પક્ષ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠન દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી મતદાતા ચેતના અભિયાન. ૨૦૨૩ હાથ ધરાયુ છે.જેના પગલે  ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ જિલ્લામાં બુથ લેવલ સુધી પક્ષના પ્રશિક્ષણ લીધેલા સુસજ્જ કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાન શરૂ કરાશે.તે અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય નડિયાદ કમલમ  ખાતે યોજાયેલી  પત્રકાર પરિષદને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સંબોધી હતી.કેન્દ્રીય મંત્રી દેવુસિંહ  ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં લોકતંત્રની જનની તરીકે જાણીતા ભારત વર્ષની લોકતાંત્રિક પ્રક્રિયામાં મતદાતાનું ખૂબ મહત્વ છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.ત્યારે એક રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણી શાખાના બીએલએ ૨ ની જોગવાઈ મુજબ  પક્ષના  કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરાશે.તેના પગલે પક્ષના કાર્યકરો જિલ્લા અને મંડલ કક્ષાએ પ્રશિક્ષણ શિબિર યોજી  બુથ લેવલ સુધી સંપર્ક કરી નવા મતદારોની નોંધણી,૧૮ વર્ષની વયના મતદારો મત આપી શકે તો તેવા મતદારોના નામ નોંધાવવા  કેટલાક મતદારોના નામ  કમી કરવા  સ્થળાંતરિત મતદારો અંગે સુધારણા જેવા કાર્યો હાથ ધરી ચૂંટણી શાખાના  કાર્યમાં મદદ કરાશે. જેનાથી દેશના લોકતંત્ર માટે જરૂરી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થઈ શકશે.લોકતંત્ર માટે મતદાતા વધુ સજાગ સભાન બને અને મતદારોની સક્રિયતા વધે તે આ મતદાતા ચેતના અભિયાનનો ઉદ્દેશ છે.
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે  જણાવ્યું હતું કે  મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લાના ૨૦ મંડલોમાં પ્રશિક્ષણ શિબિરો યોજાશે. જેના જિલ્લા ઇન્ચાર્જ તરીકે ખેડા જિલ્લા ભાજપ  ઉપપ્રમુખ  વિકાસભાઈ શાહને જવાબદારી સોંપાઈ છે.તા.૨૫ મી થી  ૩૧ મીઓગસ્ટ સુધી જિલ્લાન ૧૮૫૮ બૂથમાં  નવા મતદાતાઓની નોંધણી સહિતના કાર્યો હાથ ધરાશે. આ  પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ  ચૌહાણ,ખેડા જિલ્લા ભજપ ઉપપ્રમુખ વિકાસભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય  છે કે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના જન્મદિન અવસરે જિલ્લા ભાજપ  સંગઠન દ્વારા રક્તદાન શિબિર,હિન્દૂ ધર્મસેનાના સહયોગથી ગૌમાતાને ઘાસ નિરણ અને જરૂરિયાતમંદોને ભોજન આપવાના કાર્યક્રમો યોજાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: