જી સી ઈ આર ટી પ્રેરિત કાર્યક્રમ, સિંગવડ ખાતે યોજાયો
રમેશ પટેલ સીંગવડ


જી સી ઈ આર ટી પ્રેરિત કાર્યક્રમ, સિંગવડ ખાતે યોજાયો
સિંગવડ તાલુકાની નરસિંહ ભગત આશ્રમ શાળા માં G20- વસુધૈવ કુટુમ્કમ – one Earth one Family one future ની થીમના ભાગરૂપે પ્રાથમિક વિભાગ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ અને નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની વાર્તા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૫ ના બાળકોને વાર્તા કથન સ્પર્ધા, અને ધોરણ 6થી 8માં વાર્તા લેખન (નિર્માણ) સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક મેળવનારને પ્રમાણપત્ર અને ₹500 નું રોકડ ઇનામ આપી પ્બીજો ક્રમાંક મેળવનારને પ્રમાણપત્ર અને ₹300નુ રોકડ ઇનામ ત્રીજો ક્રમાંક મેળવનાર ને પ્રમાણપત્ર અને ₹200નુ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સંચાલન સી આર સી કો ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં શિક્ષક સંઘના હોદ્દેદારો, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રીશ્રી, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ, મંત્રીશ્રી, બી આર સી કો ઓર્ડીનેટર, સી આર સી દવારા ઉપસ્થિત સૌએ બાળ કલાકારો અને શિક્ષકશ્રી ઓને અભિનંદન આપી શુભકામના પાઠવી હતી..

