બેન્ક અકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રોકડ સહાય જમા કરવામાં આવી નથી : કલેક્ટર વિજય ખરાડી

નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું

દાહોદ, તા. ૩૦ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવી છે તેવી અફવાના પગલે આજ રોજ જિલ્લાની બેન્કોમાં નાગરિકો તપાસ માટે ભીડ કરતા હોવાનું જણાયું છે. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બાબતે સપષ્ટતા કરતા જણાવ્યું કે, હાલમાં સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની નાણાંકીય સહાય નાગરિકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી નથી. રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઇ પણ પ્રકારની સહાય જમા કરવામાં આવશે તેની નાગરિકોને તુરત જાણ કરવામાં આવશે. માટે બેન્કોમાં અનાવશ્યક ભીડ ન કરવી.
તેમણે ઉમેર્યુ કે, લોકડાઉનના અમલીકરણમાં નાગરિકોનો સહકાર ખૂબ જરૂરી છે. કોરોના સંક્રમણથી સલામત રહેવા નાગરિકોએ ઘરે જ રહેવું. ખોટી અફવાઓથી દોરવાઇને બેન્કોમાં ભીડ કરવી નહી. રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની રોકડ સહાય બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો વહિવટી તંત્ર દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવશે. અફવાઓથી દોરવાઇને બેન્કમાં ભીડ કરવી એ કોરોના સંક્રમણને વધારી શકે છે માટે અફવાઓને ધ્યાનમાં ન લેવી.
જિલ્લાની બેન્કો સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી ચાલુ હોય છે જેનો અનિવાર્ય સંજોગોમાં જ ૧ મીટરનું સામાજિક અંતર જાળવીને જ ઉપયોગ કરવો. દસ હજાર સુધીની લેનદેન માટે ગ્રામ્ય કક્ષાએ બેન્ક મિત્ર અથવા કિઓસ્ક સેન્ટર પરથી રોકડનો ઉપાડ સામાજિક અંતરનું પાલન કરીને કરવા જણાવવામાં આવ્યું છે.
#dahod sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: